પંચમહાલ: જિલ્લામાં તાલુકા કોંગ્રેસ સમિતીઓ દ્વારા કૃષિકાયદાને લઈને વિરોધ દર્શાવામા આવ્યો હતો. જેમા જિલ્લાના શહેરા,ઘોંઘબા,અને હાલોલ ખાતે મામલતદારને આવેદન પત્ર આપવામા આવ્યા હતા. કેન્દ્રની ભાજપ સરકાર સામે સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આવેદનપત્રમાં આક્ષેપ કરવામાંઆવ્યો હતું કે, કૃષિ સંબધીત સહિત ત્રણ કાયદા પાછા ખેચીને રદ કરવા જોઈએ. મોદી સરકારે ત્રણ કાયદા ઘડીને દેશના 62 કરોડ જેટલા અન્નદાતાઓને મૂઠ્ઠીભર મૂડીપતિઓના હાથે ગીરવેમુકી હરિતક્રાતિને ખતમ કરવાનું તેમજ દેશના ખેડૂત અને ખેતમજૂરીઓની મહેનતને મુડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનુ ષડયંત્ર રચ્યુ છે. જેના કારણે ખેતમજૂરો,મંડીમજુરો,ટ્રાન્સફોરર્સ સહિતના કરોડો લોકોનો વિરોધ થઈ રહ્યો છે. વધુમાં આ કૃષિ સંબધીત કાયદાને રદ કરવા માટે આવેદનમાં ઉલ્લેખ કરવામા આવ્યો હતો.
શહેરા ખાતે કોંગ્રેસની મહિલા અગ્રણીઓએ ભાજપની હાય બોલાવી
શહેરા ખાતે તાલૂકા કોંગ્રેસ સમિતી દ્વારા સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિસંબધીત કાયદા મામલે શહેરા મામલતદાર ને આવેદન સુત્રોચ્ચાર સાથે આપવામા આવ્યુ હતુ.આવેદન આપવા માટે તાલુકાના કોંગ્રેસ અગ્રણીઓની સાથે મહિલાકોંગ્રેસના અગ્રણીઓ જોડાયા હતા.આવેદન આપવા આવેલી કોંગ્રેસની મહિલામોર્ચાની અગ્રણીઓએ ભાજપ સરકાર હાય હાય અને ખેડુતોને ન્યાય આપોના સુત્રોચ્ચાર કર્યા હતા.બેનરો સાથે વિરોધ કર્યો હતો. તાલુકા પ્રમુખ આરતસિંહ પટેલે જણાવ્યુ હતુ કે આ કાયદો પરત નહી લેવામાં આવે તો ખેડૂતોનુ અસ્તિત્વ ટકી રહેવૂ મૂશ્કેલ બનશે.ખેતી ખેડૂતોના હાથમાથી છુટી જશે.

ઘોંઘબામાં કોંગ્રેસ અગ્રણીઓએ “હુ પણ ખેડૂત” તેવા બેનર દર્શાવ્યા
પંચમહાલ જીલ્લાના ઘોંઘબા ખાતે પણ કૃષિકાયદાને લઇને આવેદન આપવાનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો,જેમા તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમૂખ સહિત કોંગ્રેસ અગ્રણીઓએ મામલતદાર કચેરી બહાર ” ગાંધી લડે થે ગોરો સે… હમ લડેંગે ચોરો સે… તેમજ મોદી તેરા કેસા ખેલ સસ્તે દારુ મહેગા તેલ..જેવા સુત્રોચ્ચાર કર્યા હતા.તાલૂકા કોંગ્રેસ સમિતીના પ્રમૂખ ચેતનસિંહ પરમારે જણાવ્યુ હતુ કે”દિલ્લીમા બેઠેલા ખેડૂતોને અમારૂ સર્મથન છે.આ ખેડૂતબીલો આ કાળા કાયદા પરત લે તેવી અમારી માંગ છે.

મૂડીકારોના હાથમાં ખેડૂતોની સુકાન સોપવા માગે છે તેવો આક્ષેપ
હાલોલ મામલતદાર કચેરી ખાતે પણ શહેર કોંગ્રેસ સમિતીના અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર આપવામા આવ્યુ.શહેર પ્રમૂખ હિતેન્દ્રસિંહ પરમારે જણાવ્યુ હતુ કે, આ કાયદો ખેડૂતો માટે લટકતી તલવાર છે.દિલ્લીની સિંધૂ બોર્ડર પર ખેડૂતો કેટલાય દિવસથી આંદોલન અને ધરણા કરી રહ્યા છે.પણ સરકારના પેટનુ પાણી હાલતુ નથી.સરકાર અદાણી અને અંબાણી જેવા મૂડીકારોની હાથમા ખેડૂતોની સૂકાન સોપી દેવા માગે છે.
