અમિત શાહના પશ્ચિમ બંગાળની મુલાકાત પહેલા જ ટીએમસીને ઝટકો,આ કદાવર નેતાએ આપ્યું રાજીનામું

ટીએમસી નેતા શુવેન્દુ અધિકારીએ ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે બુધવારે પાર્ટીના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. શુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના એર કદાવર નેતા છે, જે છેલ્લા કેટલાક અઠવાડિયાથી મમતા બેનર્જી સાથેના સંબંધો બગડતા હોવાના સમાચારમાં હતા.

શુવેન્દુએ 27 નવેમ્બરના રોજ પરિવહન, સિંચાઇ અને જળમાર્ગ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું, એવી અટકળો વહેતી કરી હતી કે તેઓ આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા શાસક ટીએમસી છોડશે. રાજીનામું આપ્યા બાદ ટીએમસીએ તેમને ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંને વચ્ચે કોઈ સમજૂતી થઈ શકી નથી.

માહિતી અનુસાર શુવેન્દુ અધિકારીએ 19 ડિસેમ્બરે ભાજપમાં જોડાવાની સંભાવના છે. કારણ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19અને 20 ડિસેમ્બરે પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે છે.

આ અટકળો અંગે ટિપ્પણી કરતાં રાજ્યના મંત્રી ફરહાદ હકિમે કહ્યું, “મને ખબર નથી કે શુવેન્દુ અધિકારીઓ શું કરશે. પરંતુ અમે ગાંધીવાદ સાથે ઉછર્યા છીએ અને અમે તે ચાલુ રાખી છું. કોઈપણ જે ગાંધીવાદને અનુસરે છે તે ગાંધીના હત્યારાઓ પાસે જઈ શકે છે, હું માનતો નથી કે તે આવું કંઇક કરશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap