Ola અને Uberનું સરચાર્જિંગ થશે બંધ, જાણો કેબ ફેયરના નવા નિયમો

Ola અને Uber જેવી કેબ એગ્રિગેટર્સ કંપનીઓ દ્વારા પીક અવર્સ પર જતા સરચાર્જિંગ પર રોક લગાવવામાં આવી રહી છે. રોડ-ટ્રાન્સપોર્ટ મંત્રાલયે જારી કરેલા નવી ગાઈડલાઈન મુજબ, આ કંપનીઓ પીક અવર્સ દરમિયાન તેમના બેઝ ફેયરના 50 ટકાથી વધુ સરચાર્જ લઈ શકશે નહીં.

નવી ગાઈડલાઈનમાં કોમર્શિયલ કારપૂલિંગમાં પણ નિયમો લાગુ કર્યા છે. જ્યારે તેમના ઓપરેશન માટે લાઈસન્સ મેળવવુ ફરજિયાત હશે. આ નિયમન ત્યારે લાગુ થશે, જ્યારે રાજ્ય તેમને નોટિફાઈ કરશે.

“મોટર વ્હીકલ એગ્રીગ્રેટર્સ ગાઇડલાઇન -2020” નામથી જારી કરવામાં આવેલી આ ગાઇડલાઈનને રાજ્યોને તેમની નીતિઓ ઘડવાનો નિર્દેશ આપશે. ગાઈડલાઈનના મુખ્ય મુદ્દાઓ અહીં વાંચો:

•ગાઈડલાઈન અનુસાર, બેઝ ચાર્જ “વર્તમાન વર્ષના WPIના આધારિત સિટી ટેક્સિક ફેયર” તરીકે નોંધવામાં આવ્યો છે.
•જે શહેરોમાં તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી ત્યાં 25થી 30 રૂપિયા લઘુતમ બેઝ ફેયર તરીકે ગણવામાં આવશે. બસ અને ટુ વ્હીલર જેવા અન્ય વાહનો માટે આ પ્રકારનો બેઝ ફેયર નથી. આ બેઝ ફેયર 3 કિ.મી. માટે લાગુ થશે.
•ગાઈડલાઈન અનુસાર, કેબ એગ્રિગિટેટર્સને તેમની એપમાં કાર પૂલિંગ માટે મહિલાઓ માટે એક અલગ વિકલ્પ પ્રદાન કરવો પડશે, જેના દ્વારા તેઓ ફક્ત મહિલા મુસાફરો સાથે કાર પૂલિંગ કરવાનું પણ પસંદ કરી શકે છે.
•નવી ગાઈડલાઈન મુજબ, પેસેન્જર વ્હિકલ એગ્રીગ્રેટર્સને પ્રાપ્ત થયેલા કુલ ભાડામાં 20 ટકા જેટલો લેવાનો અધિકાર રહેશે. બાકીના 80 ટકા ડ્રાઇવરને આપવાના રહેશે.
•સાથે કારણ વગર રાઇડને રદ કરવાના સ્થિતિમાં ડ્રાઈવર અને મુસાફરો બંનેને કુલ મુસાફરીના 10 ટકા જેટલો વસૂલ કરી શકાય છે, જે 100 રૂપિયાથી વધુ ન હોઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap