સુપ્રીમ કોર્ટ આજે ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ દિલ્હીની બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોને હટાવવાની માંગણી કરતી અરજી પર સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આંદોલન વચ્ચેની ગતિવિધિને સમાપ્ત કરવા માટે બુધવારે કેન્દ્ર અને ખેડૂત સંગઠનો વચ્ચે સંયુક્ત સુનાવણીનો આદેશ આપ્યો હતો, જેમાં સમિતિની રચના કરવાની પણ દરખાસ્ત કરવામાં આવી હતી, જેમાં કેન્દ્ર અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ શામેલ હશે અને કેટલાક સ્વીકાર્ય ઠરાવ પર પહોંચ્યા હતા, એમ કોર્ટે જણાવ્યું હતું. પરંતુ આગામી સુનાવણી ગુરુવારે રાખવામાં આવી છે.
કોર્ટે જનહિતની અરજીઓ પર કેન્દ્રને નોટિસ ફટકારી હતી, જેમાં દિલ્હીની વિવિધ સીમાઓ પર અવરોધ બનેલા ખેડૂતોને હટાવવાની માંગ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન અરજદારે શાહીન બાગ કેસમાં સર્વોચ્ચ અદાલતના આદેશનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં તેમણે કહ્યું હતું કે “વિરોધીઓ જાહેર માર્ગો અવરોધિત કરી શકતા નથી.”
જણાવી દઈએ કે,હજારો ખેડૂત 22 દિવસથી દિલ્હીની જુદી-જુદી બોર્ડર પર અડગ છે, જેના કારણે અનેક રસ્તાઓ પણ બંધ છે. આ કેસમાં સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે, આના નિરાકરણ માટે તે એક સમિતિની રચના કરશે.
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે કહ્યું કે,દિલ્હીની સરહદ પર આંદોલન ફક્ત એક જ રાજ્ય પૂરતું મર્યાદિત છે અને વિપક્ષ પંજાબના ખેડૂતોને ‘ગેરમાર્ગે દોરી’ રહ્યો છે.
