સુપ્રીમ કોર્ટે ન્યાયપાલિકાનું કથિત રીતે બે અપમાનજનક ટ્વિટ કરવાના કેસમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને અદાલતની અવમાનના દોષી માન્યા છે. જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટ ભૂષણની સજાને લઇને 20 ઓગસ્ટે સુનાવણી કરશે.
આનાથી પહેલા પ્રશાંત ભૂષણે પોતાના બે ટ્વિટનો બચાવ કર્યો હતો. તેમને કહ્યું હતુ કે, જજો વિરૂદ્ધ તેમના વ્યક્તિગત સ્તર પર આચરણને લઇને હતો અને પ્રશાસનમાં અડચણ ઉભી કરતો નથી. સુપ્રીમ કોર્ટે આ મામલામાં પ્રશાંત ભૂષણને 22 જૂલાઈએ કારણ બતાવો નોટિસ આપી હતી.
કોર્ટમાં સુનાવણી દરમિયાન ભૂષણનો પક્ષ રાખનાર વરિષ્ઠ વકિલ દુષ્યંત દવે દ્વારા કહેવામાં આવ્યું હતુ કે, “બે ટ્વિટ સંસ્થાઓના વિરૂદ્ધ નહતી. તે જજો વિરૂદ્ધ તેમની વ્યક્તિગત ક્ષમતાઓ હેઠળ વ્યક્તિગત આચરણને લઇને હતી. તે દૂર્ભાગ્યપૂર્ણ નથી અને ન્યાય પ્રશાસનમાં અડચણ નાખતી નથી.” તેમને કહ્યું હતુ કે, “ભૂષણે ન્યાયશાસ્ત્રના વિકાસમાં ખુબ જ મોટું યોગદાન આપ્યું છે અને ઓછામાં ઓછા 50 નિર્ણયોનો શ્રેય જાય છે.”
દવેએ કહ્યું હતું કે ટૂજી, કોલસા ખાણ ફાળવણી કૌભાંડ અને માઇનિંગ કેસમાં કોર્ટે તેમના યોગદાનની પ્રશંસા કરી છે. પોતાના 142 પેજના જવાબમાં ભૂષણે પોતાના બે ટ્વિટ પર કાયમ રહેતા કહ્યું હતુ કે, વિચારોની અભિવ્યક્તિ, મુખર, અસહમત અથવા કેટલાક લોકોના પ્રતિ અસંગત હોવાના કારણે અદાલતની અવમાનના થઇ શકે નહીં.

In the name of freedom of speech one cannot transgress someone right of dignity.
Good decision