બોલીવૂડ અભિનેતા અને પંજાબના ભાજપના સાંસદ સની દેઓલે નવા કૃષિ બિલ પર કેન્દ્ર સરકારને સમર્થન આપ્યું હતું, ત્યારબાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ન્યૂઝ એજન્સી આઈએએનએસ અનુસાર, કેન્દ્ર સરકારે દેઓલને 11 કમાન્ડો સહિત Y ક્લાસ સિક્યુરિટી આપવામાં આવી છે અને સાથે બે કમાન્ડો પણ શામેલ કર્યા છે.
ગુરદાસપુરના સાંસદ સની દેઓલે 6 ડિસેમ્બરે ટ્વિટર પર એક નિવેદન પોસ્ટ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે આ મામલો માત્ર ખેડૂતો અને સરકાર વચ્ચે જ રાખવો જોઈએ.
તેમણે કહ્યું હતું કે, “હું આખી દુનિયાને વિનંતી કરું છું કે આ ખેડૂતો અને અમારી સરકારની વાત છે.” કોઈએ પણ તેની વચ્ચે ન આવવું જોઈએ કારણ કે, તે બંને એક બીજાની વચ્ચે વાત કરીને તેનું સામાધાન લાવશે, હું જાણું છું કે, ઘણા લોકો તેનો લાભ લેવા માંગે છે અને તેઓ અડચણ ઉભી કરી રહ્યાં છે. તેઓ જરા પણ ખેડૂતો વિશે વિચારતો નથી. તેમને પોતાનો કોઈ સ્વાર્થ હોઈ શકે છે. હું મારી પાર્ટી અને ખેડૂતોની સાથે છું અને હંમેશાં ખેડૂતોની સાથે રહીશ. અમારી સરકારે હંમેશાં ખેડૂતોના ભલા વિશે વિચાર્યું છે અને મને ખાતરી છે કે સરકાર તેમની સાથે વાત કર્યા બાદ યોગ્ય નિર્ણય પર આવશે.”
ધર્મેન્દ્રએ સરકારને અપીલ કરી હતી
સની દેઓલના પિતા અને અભિનેતા ધર્મેન્દ્રએ પણ સરકારને અપીલ કરી છે કે, તેઓ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવે. થોડા દિવસો પહેલા એક ટ્વીટમાં ધર્મેન્દ્રએ લખ્યું હતું કે, “મારા ખેડૂત ભાઈઓનું દુ:ખ જોઈને હું ખૂબ જ દુ:ખી છું. સરકારે ઝડપથી નિરાકરણ લાવવું જોઈએ.”
