વિનય પરમાર,રાજકોટ: શહેરના ઘંટેસ્વરના પચીસ વારીયા આવાસમાં રહેતી પ્રેમિકાના ઘેર સામે જ દવા પી પ્રેમીએ આપઘાત કરી જિંદગી ટૂંકાવી લીધી હતી. જ્ઞાતિ અલગ હોવાથી લગ્ન શક્ય નહિ હોવાનું યુવતીએ કહેતા યુવાને પગલું ભરતા વિસ્તારમાં અરેરાટી.
ગાંધીગ્રામ પોલીસના જણાવ્યા મુજબ હુડકો ચોકડી, ફાયર બ્રિગેડ પાસે રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા વિપુલ વલ્લભભાઈ મકવાણા (ઉ.27) વાળો યુવાન ઘંટેશ્વરમાં રહેતી તેની 18 વર્ષીય પ્રેમિકાના ઘેર જઈને લગ્નની વાત કરી હતી પરંતુ બન્નેની જ્ઞાતિ અલગ હોવાથી પ્રેમિકાએ લગ્ન શક્ય નહિ હોવાનું કહ્યું હતું જે યુવાનને મનમાં લાગી આવતા પ્રેમિકાની નજર સામે જ ઝેરી દવા ગટગટાવી લેતા બેભાન થઈ પડી ગયો હતો.
પ્રેમિકાએ તાત્કાલીક 108 ને ફોન કરી તેને સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી.જ્યાં ટૂંકી સારવારમાં યુવાનનું મોત નીપજ્યું હતું. મૃતકના માતા-પિતા ધારી માં રહે છે અને તે પોતના બે નાના ભાઈઓ સાથે રાજકોટમાં રહેતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
