પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અચાનક દિલ્હીના રકાબગંજ ગુરુદ્વારા પહોંચ્યા હતા. ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના લોકો પણ તેને અચાનક ગુરુદ્વારા કેમ્પસમાં જોઇને ચોંકી ગયા હતા. તેમના ગુરુદ્વારાની મુલાકાત માટે તેના રસ્તાઓ પર ન તો સુરક્ષા કે બેરીકેડિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સામાન્ય લોકોની જેમ પીએમ મોદીએ પણ કોઈપણ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ વિના ગુરુદ્વારા પહોંચીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. તેમણે આ દરમિયાન નવમા શીખ ગુરુ તેગબહાદુર જીને નમન કરતી વખતે શાંતિનો સંદેશ આપ્યો. પીએમ મોદીના ખેડૂત આંદોલન વચ્ચે ગુરુદ્વારામાં અચાનક આગમન એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ માનવામાં આવે રહ્યું છે.
પીએમ મોદીએ ગુરુદ્વારાની અંદરની તસવીરો પોસ્ટ કરી અને લખ્યું, “આજે સવારે મેં ઐતિહાસિક ગુરુદ્વાર રકાબગંજ સાહિબમાં પ્રાર્થના કરી હતી, જ્યાં શ્રી ગુરુ તેગ બહાદુરજીના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મને ખૂબ સારૂ લાગ્યું. દુનિયાભરમાં લાખો લોકોની જેમ,મે પણ શ્રી ગુરુ તેગ બહાદુર જીથી ખૂબ પ્રેરિત છું.”
એક બીજા ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યું કે, “ગુરુ સાહેબની કૃપા છે કે અમે અમારી સરકારમાં શ્રી ગુરુ તેગ બહાદુર જીનો 400મો પ્રકાશ પર્વ ઉજવીશું. આ દિવસને ઐતિહાસિક બનાવે છે.”
ગુરુ હરગોવિંદના નાના પુત્ર ગુરુ તેગ બહાદુર, શીખના 9 મા ગુરુ હતા. તેમનો જન્મ 1621 માં અમૃતસરમાં થયો હતો.
ગુરુ તેગ બહાદૂરે ધર્મ અને માનવતાની રક્ષા માટે પોતાનો પ્રાણોનું બલિદાન આપ્યું હતું. તેમની શહાદત દર વર્ષે શહીદ દિન તરીકે યાદ કરવામાં છે. ગત શનિવારે જ આખા દેશમાં તેમના શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ગુરુ તેગ બહાદુરએ 17 મી સદી દરમિયાન શીખ ધર્મનો ઉપદેશ આપ્યો હતો. વર્ષ 1975માં તેમણે હસતા-હસતા પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું.
