પીએમ મોદીના આગમન પર કચ્છમાં થઈ રહી છે આવી તૈયારી

બિમલ માંકડ,કચ્છ: આગામી ૧૪ અને ૧૫ ડિસેમ્બરના ગુજરાત રાજયના કચ્છ જિલ્લામાં ખાવડા સ્થિત ભારત પાકીસ્તાનની અંતરરાષ્ટ્રીય સરહદ પર સોલાર એર્નજી પાર્કનું ભુમીપુજન કરવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે.

ખાવડા સ્થિત ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ૫૨ સોલાર એનર્જી પાર્ક માટે ઉઘોગગૃહોને વીસ વર્ષના ભાડા પેટે જે જમીનોની ફાળવણી કરવામાં આવી છે.તે જમીનના કિસ્સામાં દેશની આંતરરાષ્ટ્રીય સરહદો ઉપર ઉઘોગગૃહો માટે ફાળવવામાં આવતી જમીનના નિયમોનું ખુલ્લેઆમ છેદ ઉડાડી દેવાયું છે.
ખાવડા સ્થિત ભારત પાકીસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર અઢીથી દસ કીલોમીટર કરતા પણ ઓછા અંતરે અનસર્વેદ હજારો એકર જમીન ભાડાપેટે ફાળવવામાં આવેલ છે, જેના લીધે ભવિષ્યમાં દેશની સુરક્ષા અને સલામતીના વિકટ પ્રશ્ન ઉભો થશે કચ્છ જિલ્લાના ખાવડા સ્થિત ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ૫૨ મોટા રણ વિસ્તારમાં વિન્ડફાર્મ તેમજ સોલાર એર્નજી માટે ગુજરાત સરકારે પાકિસ્તાનની અતિસંવેદનશીલ સરહદને અદીને માત્ર અહીંથી દસ કીલોમીટરના અંતરમાં અદાણી વિન્ડ એર્નજી લી. સહિતના ઉઘોગગૃહોને પ્રતિબંધીત વિસ્તારમાં હજારો એકર અનસર્વેદ જમીન આડે ઘર રીતે સુરક્ષા અને સલામતીના નિયમોનો ભંગ કરીને નજીવા દરથી વીસ વર્ષ માટે ભાડા કરારથી જમીનો આપવામાં આવી છે.

જે વિસ્તારમાં ભાડા પટા પેટે જમીન આપવામાં આવેલ છે તે વિસ્તારમાં ભારત સરકારની બી.એસ.એફ સહિતની અનેક સુરક્ષા ચેકપોસ્ટ આવેલ છે.જેમાં ખાવડાથી આગળ જતાં ઈન્ડીયા બ્રિજ, મોટીબેટ, ઘર્મશાળા, ચીડીયામોર, કરીમશાઈ , સરદાર ચોકી, વિધાકોટ, બેડીયાબેટ, મોહનચોકી સહિતની ભારતની સુરક્ષા ચોકીઓ આવેલ છે.

આ ચોકીયો પર ૩૫૨ ભારતની ફોજ દિવસ-રાત ચોકી પહેરો ભરી રહી છે. સામાન્ય સંજોગોમાં આ વિસ્તારમાં કોઈ અપવાદ અને ખાસ કિસ્સા અને બી. એસ .એફની વિશેષ પરવાનગી સિવાય કોઈ પણ વ્યકિતને પ્રવેશવાની પણ સખ્ત મનાઈ છે. ઉપરાંત આ વિસ્તારમાં સાંજે છ વાગ્યા પછી સુરક્ષાકર્મીઓ સિવાય કોઈને પણ રોકાણ કે પ્રવેશ માત્રની પરવાનગી નથી. ત્યારે અતિ સંવેદનશીલ અને પ્રતિબંધીત વિસ્તારમાં સોલાર એનર્જી પાર્કના નામે ફાળવાયેલ જમીનના પગલે આ વિસ્તારમાં લોકોની અવર-જવર વધશે જેના લીધે સુરક્ષા બાબતે વિકટ પ્રશ્ન ઉભો થશે.

આંતરરાષ્ટ્રીય સરહદ ૩૫૨ ઉઘોગગૃહો કે ખેતી માટે ફાળવવામાં આવતી જમીનમાં પ્રર્વતમાન નિયમ અનુસાર પંજાબ સ્થિત અટારી બોર્ડર ઉપર આંતરરાષ્ટ્રીય સરહદથી ત્રીસ કીલોમીટરના વિસ્તારમાં કોઈ પણ પ્રકારની જમીન ફાળવવા ૫૨ સખ્ત પ્રતિબંધ છે ત્યારે સુરક્ષાની દ્વષ્ટીએ સૌથી અગત્યની અને મહત્વની એવી ખાવડા સ્થિત ભારત પાકીસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર જમીન ફફાળવણીના નીયયોનો ભંગ કરવામાં આવેલ છે.

આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ અમારી વિનંતી કરી છે કે, આપ સ્થાનીક ગુજરાત રાજયના વતની છો આપ પોતાને સવાયા કચ્છી તરીકે અનેક વખત ગણાવી ચુકયાં છો તેમજ આપને કચ્છ પ્રત્યે અપાર પ્રેમ છે એવું આપ અનેક વખત કહી ચુક્યા છો ત્યારે આપને અમારી વિનંતી છે કે, આપ સુરક્ષાના નિયમોનો ભંગ કરીને ખાવડા સ્થિત ભારત પાકીસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર સોલાર પાર્કના નામે પ્રતિબંધીત વિસ્તારોમાં સુરક્ષાના નિયમો વિરુદ્ધ જમીન ફાળવીને કચ્છ અને કચ્છના લોકોની સુરક્ષા સાથે ગંભીર પ્રકારના ચેડા થઈ રહયા છે તે અટકાવવામાં આવે ઉપરાંત કચ્છ જીલ્લાની ખાવડા સ્થિત ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ૫૨ સોલાર એર્નજી પાર્કનો આપ ભુમીપુજન કરવા આવી રહ્યાં છો ત્યારે સમગ્ર કચ્છની જનતાના હિતમાં માંગ કરી હતી કે ખવડા સ્થિત ભારત પાકીસ્ત્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પરના સુચીત સોલાર એર્નજી પાર્કના બાંધકામ સહિતના તમામ પ્રકારના કામ-કાજ ઉપરાંત પ્રોજેકટ શરૂથાય ત્યારે પ્રથમ ખાવડા અને ભુજ તાલુકાના ત્યારબાદ કચ્છ જીલ્લા અને ત્યારબાદ ગુજરાત રાજયના લોકોને અગ્રતા અને પ્રાધાન્ય આપવામાં આવે,ખાવડા સ્થિત ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પરના સુચીત સોલાર એર્નજી પાર્કના નિર્માણ બાદ દેશની સુરક્ષા આને લઈ દેશની, ગુજરાતની અને કચ્છ જીલ્લા અને કચ્છ જીલ્લાના રહેવાસીઓની સુરક્ષા અને સલામતીનું વિશેષ ધ્યાન રાખવામાં આવે
અને ખાવડા સ્થિત ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પરના સુચીત સોલાર એર્નજી પાર્ક શરૂ થાય ત્યારે આ સોલાર પાર્ક માંથી ઉત્પન્ન થનાર વિજળી સરહદી કચ્છ જીલ્લામાં વસવાટ કરતા તમામ લોકોને ૫૦%ના ભાવે વિશેષ પ્રકારના પેકેજ સાથે આપવામાં આવે.

આ માંગને ધ્યાને લઈ ભુમી પુજન સમયે જાહેરાત કરીને લોક હિત ધ્યાને લઈને કચ્છના નાગરિકોને ન્યાય આપશો જેથી કચ્છ તરફના આપના પ્રેમની લાગણી લોકો સમજી શકે આ પ્રેસ કોંફરન્સમાં આદમ ચાકી,ડૉ રમેશ ગરવા, ઘનશ્યામસિંહ ભાટી સહિતના કાર્યકરો જોડાયા હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap