‘વિદેશથી ડાઈરેક્ટ સુરત’: સુરત ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટરની સફળ ટ્રાયલ, જાણો શું છે આ

સુરત ખાતે સ્થાપવામાં આવેલ સુરત ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર (SiDC) સ્પેશિયલ નોટીફાઈડ ઝોનમાં આજરોજ પ્રથમ શીપમેન્ટ ટ્રાયલ અર્થે લાવવામાં આવ્યું છે. ધી જેમ એન્ડ જવેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલના ગુજરાત રાજયના રીજયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડીયા અખબારી યાદી જણાવે છે કે, શીપમેન્ટ ટ્રાયલ માટે લાવવાનો મુખ્ય હેતુ વિદેશથી સુરત સુધી લાવવા માટે કરવાની પ્રકિયા, તેના માટે અનુસરવાના સ્ટેપ્સ, કસ્ટમ્સ કલીયરન્સ પ્રોસીજર, સ્થળ સુધી પહોંચાડવા માટેની વિધી, સ્થળ પરના સીકયોરીટી સીસ્ટમ અને ઓકશન વખતે વિઝીટર્સે ફોલો કરવાના નિયમો વિગેરે બાબતોની વિધિસર ચકાસણી કરવાનો છે. જેથી મુખ્ય પાર્સલ આવવાના શરૂ થાય તે સમયે કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે નહીં અને સમય ખરાબ થયા વિના કાર્ય આગળ વધી શકે.

'વિદેશથી ડાઈરેક્ટ સુરત': સુરત ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટરની સફળ ટ્રાયલ, જાણો શું છે આ

ટ્રાયલ માટે શીપમેન્ટને ૪થી ૬ દિવસ રાખવામાં આવશે અને ત્યારબાદ રી-એપોર્ટ કરવામાં આવશે. સફળતાપૂર્વક રી–એસ્પોર્ટ થયા બાદ કાર્યવાહીનું ચક સંપૂર્ણ થશે અને પ્રોજેકટને વિધિવત રીતે ખૂલ્લો મુકવામાં આવશે.

'વિદેશથી ડાઈરેક્ટ સુરત': સુરત ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટરની સફળ ટ્રાયલ, જાણો શું છે આ

આ વિધી દરમિયાન કસ્ટમ્સ વિભાગ દ્વારા જે નિયમો અને પ્રોસીજર નકકી કરવામાં આવ્યો છે. તેનું સંપૂર્ણ પાલન કરવા માટે કસ્ટોડીયન DGDC,ઓપરેટ૨ SIDC સજજ છે અને જે કોઈપણ સુધારા કરવા પડે તે કરવામાં આવશે. આ માટેGJEPC સુરત ઓફીસ કસ્ટમ્સ ડીપાર્ટમેન્ટ, કસ્ટોડીયન GDC,ઓપરેટર GIDC સાથે કો-ઓર્ડીનેટ કરી રહી છે અને આ મોક ટ્રાયલ સફળતાપૂર્વક પાર પડશે.

'વિદેશથી ડાઈરેક્ટ સુરત': સુરત ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટરની સફળ ટ્રાયલ, જાણો શું છે આ

આ ટ્રાયલ માટે માઈનીંગ કંપની રીયો ટીન્ટો દ્વારા શીપમેન્ટ મોકલવામાં આવેલ છે અને પ્રથમ શીપમેન્ટ મોકલવામાં કંપની દ્વારા ખૂબજ સારો સહયોગ સાંપડયો હતો. સ્થાનિક સ્તરે SIDCના બોર્ડ મેમ્બર્સ, કસ્ટમ્સ ડીપાર્ટમેન્ટ અને સવિશેષ સુરત હીરા બુર્સના અધિકારીઓ, કસ્ટોડીયન DGDC,ગુજરાત હીરા બુર્સ અને સાથે સંકળાયેલ તમામ એજન્સીઓનો ખુબજ સહકાર સાંપડી રહયો છે. જે રીતે માઈનીંગ કંપનીઓ દ્વારા સુરત ખાતે ઓકશન કરવા માટે રસ દાખવવામાં આવી રહ્યો છે.

'વિદેશથી ડાઈરેક્ટ સુરત': સુરત ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટરની સફળ ટ્રાયલ, જાણો શું છે આ

મને વિશ્વાસ છે કે ટૂંક જ સમયમાં અમો પ્રથમ ઓકશનની જાહેરાત કરી શકીશું. લોકડાઉન ના લીધે આ પ્રક્રિયા થોડી લંબાઈ ગઈ હતી પરંતુ, વર્ષ ૨૦૨૧ નવી આશાઓ સાથે શરૂ થઈ ચુક્યુ છે. ત્યારે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા જોવામાં આવેલ સ્વપ્ન કે ભારતને ‘હીરા ઉદ્યોગનું ટ્રેડીંગ હબ’ બનાવવું છે તે તરફ કાઉન્સીલનો આ એક વધુ પ્રયાસ ગુજરાત હીરા ઉદ્યોગ માટે નવી દિશાઓ ખોલશે તેમાં કોઈ શંકા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap