અમદાવાદ: ગુજરાતમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને ગુજરાત હાઇકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. હાઈકોર્ટે કહ્યું છે કે, રાજ્યમાં જે લોકો માસ્ક વગર જે કોઈ લોકો પકડાયા તો તેમને સજાના રૂપમાં કોવિડ સેન્ટરમાં જઈને કોરોના દર્દીઓની સેવા કરવી પડશે. કોર્ટે રાજ્ય સરકારે આ સંબંધમાં એક નોટિફિકેશન જાહેર કરવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનિય છે કે, કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ એવા લોકો પણ છે કે બેદરકારી કરી રહ્યા છે. લોકો હંમેશા શેરી અને બજારમાં માસ્ક વિના જોવા મળે છે, જેની વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો છે.
રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામું બહાર પાડવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. માસ્ક નહીં પહેરનારી વ્યક્તિની ઉંમર લાયકાત અને બાકીની બાબતોને ધ્યાને લઇને કોમ્યુનિટી સર્વિસ માટેની યોગ્ય જવાબદારી સોંપવાની રહેશે.
માસ્ક નહીં પહેરનારી વ્યક્તિને રોજના 5થી 6 કલાક કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. આ કોમ્યુનિટી સર્વિસનો સમય 10 દિવસથી 15 દિવસ સુધી રાખી શકાશે. રાજ્ય સરકાર આ હુકમની તત્કાલ અમલવારી કરાવે અને એક અઠવાડિયા બાદ રિપોર્ટ રજૂ કરે તેવો પણ કોર્ટનો આદેશ છે.
