મકર રાશિમાં પ્રવેશતાંની સાથે જ શનિ ગ્રહની જાણો કેવી કેવી અસર જોવા મળશે

શનિ મકર રાશિમાં પ્રવેશતાંની સાથે શનિ ગ્રહના મુળભુત કારકત્વ કરકસર,કંજૂસી,સ્વાશ્રય, ત્યાગ,બલિદાન,સમર્પણ,રોગ,માંદગી,ધરડા પણું,વડીલ વર્ગ,જુનવાણી વિચાર,સંકુચીતતા,એકલતા માટે ગણવામાં આવે છે.

ગત તા.૧૯ માર્ચ ૨૦૨૦ના દિવસે આકસ્મિક લોકડાઉન જાહેર થવાથી દરેક લોકો પોતાના ઘરમાં પુરાઈ ગયાં! ઘરનું કામકાજ કરવા માટેના ધરધાટીથી માડીને સેવક,ચપરાશી,રસોઈના મહારાજ,વાહન ચાલક કે રખેવાળ કરનારની સેવાઓ કોરોનાના કારણે આવતા બંધ થઈ ગયા અને તેમની મળતી મદદ બંધ થઈ જતા તમામ જાતકોએ પોતાનું નાનું-મોટું કામકાજ જાતે કરીને સ્વાશ્રયી બનવું પડેલ. જે શનિ ગ્રહનો ડાયરેક ગુણધર્મ જોવા મળેલ. જેને કારણે શ્રમીકોને રાહત નો દંમ મળેલ અને સમયનું ભાન ખરેખર શનિએ બતાવેલ. સંપૂર્ણ કામગીરી ઘરેથી કરવી જ રહી જેમકે Work at Home, Online study, Online Purchase item’s, Online Business અને ખબર અંતર પણ ઓનલાઈન. જે ખરેખર કરકસર સાથે એકલતાનો સમયનો પાઠ ભણાવી આપેલ. તમામ પ્રકારના સામાજીક પ્રંસંગો બંધ દેખાદેખીની વાત જ ઉડાવી આપેલ માટે તે અંગેના તમામ ખર્ચાઓ બંધ કરીને ત્યાગ બલિદાન,સમર્પણની ભાવના બતાવી આપેલ.

ઘરના સભ્યોની ફક્ત દરકાર જ રહી. મૃત્યુ પામનારને કદાચ જળ ન મળે તેવી દૈન્ય સ્થિતિનું નિર્માણ આવી ગયેલ. મૃતકની પાછળ ખોટી રો કકડ બંધ અને નહીં બેસણું કે નહીં ઉઠમણું,૧૧મુ કે ૧૨ની વાતનો છેદ ઉડી ગયેલ ફક્તને ફક્ત સાદાઈથી ધાર્મિક વિધિ આટોપવાની.

દેવમંદિરો પણ બંધ હોવાથી સ્વમંદિર માં દર્શન કરો.શનિ ગ્રહનો ખાસ નિયમ છે કે ધીમે ધીમે આગળ વધો. ખંત,ધીરજ અને કુનેહપૂર્વક ફરજ પાલન કરને કદમ આગે બઢાવો.હજુ પણ આવા અનેક ઝડ મુળ પરીવર્તનો જોવા મળશે. ઉંમરલાયક માણસો માટે જુના નીતિ નિયમ રીતરિવાજ કદાચ ભુતકાળ બની રહે! હાલમાં ગ્રહ ગોચરમાં મકર રાશિમાં ત્રિપુટી યોગ બુધ,ગુરૂ,શનિને કારણે વેપાર-વ્યવસાય કર્મક્ષેત્ર અને ધર્મક્ષેત્રે ચોંકાવનારા શુભ પરિવર્તનો જોવા મળશે. જે તમામ આમ જનતા માટે લાભાર્થી બની રહેશે જે ખરેખર પ્રજાલક્ષી બની રહેશે.

વધુમાં શનિ ગ્રહનું કારકત્વ ન્યાય,નીતિ અને કરેલા કર્મનું ફળ આપનાર માટે ગણાય છે. જે રાજા માંથી રંક અને રંક માંથી રાજા બનાવી આપે છે. અનેકવિધ સુપ્રીમ કોર્ટના ચુકાદા ચોકાવનારા આવેલ છે જેમકે ગૃહિણીઓનું મહત્વ કામકાજ પુરુષોથી ઓછું નથી.

હજુ શનિ ના આગળના ભ્રમણમાં તમામ કાળી રંગની ચીજ વસ્તુઓ મોંઘી બને. જમીન મકાન-મિલકતના સોલાઓમાં તેજી આવે. સ્મશાન ગૃહોમાં આધુનિકરણ જોવા મળે. આંગળીના ટેરવે મૃત્યુ અંગે ની સહાયતા મળે. સ્વજનના મૃત્યુની અંતષ્ઠી કરવા માટે નોકરીમાં રજા તથા રકમ મળે.વિધવા સહાય વધુ સુલભ બને તેને મળતી રકમમાં વધારો થાય. વીમા કવચ અંગે નવી પોલીસી બહાર પડે જે આમજનતા ને ઉપયોગી બને!

રાંધણ ગેસના બાટલા માટે વિશિષ્ટ અલાયદી પોલીસી બહાર પડી શકે ?મજુરો ને મળતી મીનીમમ વેતન દર માં વધારો થાય અને વધારાના આર્થિક લાભ આપવા માટે ફરજ પાલન કરાવી શકે.કાર્મિક ગ્રહો પોતાની પોલીસ અને જજ જેવી કામગીરી માટે બદનામ કરે?? બેન્કિંગ સેવા ડગલેને પગલે મળે.૨૦૨૧ ના વર્ષમાં ફક્ત વર્ષ નથી બદલાયું પણ દાયકો પણ બદલાયો. શિક્ષણ જગતમાં તગડી ફી લેનાર સામે સરકારશ્રી તેમની સામે આકરા પગલાં લેશે.બોગસ ચલાવનાર યુનિવર્સિટી ની સામે આકરા પગલાં લેવાય.બોગસ શૈક્ષણિક ડીગ્રી આપનાર એજન્ટ, દલાલ ના કૌભાંડો બહાર પડે અને નામોશી કરાશે.તેઓ ને સરકારી અધિકારીઓ રંગે હાથ પકડશે અને કાયદાકીય રીતે દંડશે.નવી શિક્ષણ પદ્ધતિ નો અમલ કરાવાય.તેમજ શિશ્રણ જગતમાં મોટી બદલાવટ આવે.

સંગ્રાહખોરી કરનાર વેપારી ઓ,દલાલ,આડતીયા ને જેલ માં ધકેલાશે.અંધશ્રદ્ધા ફેલાવતી જાહેરાતો લેવાશે નહીં.૨૪ કલાક માં નિકાલ કરનાર પાખંડી પંડીતો સામે કાનૂની પગલાં લેવાશે.સરકારી વેરા ની ચોરી કરનાર ને કદાચ દેશવટો જેવી સજા મળી શકે.જરૂરિયાત વાળા રહીશ ને ઠંડી ના અંડીગો સામે રશ્રણ જેવી સેવા સુલભ બનશે.ડીઝીટલ ફ્રોડ કરનાર આકરી સજા.આરોગ્ય સેવા ડીઝીટલ મળે.ચા વેચનાર કે ધંટી પર દળાઈ કરનાર માટે ઓચિંતાનો પરિવર્તનશીલ સમય બને.જયોતિષ માં પ્રશ્ર્નકુંડળી ના જાણકાર જયોતિષી માટે ગોલ્ડન સમય બની રહે.ભ્રષ્ટાચારી નેતાઓ માટે જીવન-મરણ વચ્ચે સમય વ્યતીત કરવો પડે.

આધ્યાત્મિક સંતગુરુ માટે તેમજ સાધકો માટે ઉત્તમ સમય બની રહે.કામચોરી કરનાર સરકારી નોકરિયાત વર્ગ માટે દંડનાત્મક માટે સમય બને.સંન મોહન,જાદુઈ,જયોતિષ,વાસ્તુ,હીલીગ,મંત્ર,તંત્ર,શિખડાવવા માટે વિશિષ્ટ આયોજન કરાય.બે નંબરી ધંધામાં બ્રેક વાગે.ચપટી વગાડી ને ધંધો કરનાર વર્ગનો ધંધો ચોપટ થઇ જશે.ધણા બધા દેવમંદિરો રોડ રસ્તા ના કપાત માં આવવાના કારણે દેવમંદિરો સ્થળાંતર થાય તેમજ રીનોવેશન અવકાશ બને.ગીફ્ટ આર્ટીકલ નો ધંધો કરનાર વેપારી ને ધંધામાં મોટો ઓર્ડર મળવાથી ઝંગી આર્થિક ફાયદો થાય.સાયકલ,સ્કૂટર,મોટર રીપેરિંગ કરનાર વર્ગને વિદેશના વિઝા મળી શકે.ઘણા બધા કલાકારો નોકરી વળગશે. માનસિક રોગો,બાળરોગો,સ્નાયુઓ ની તકલીફ કે સ્ત્રીઓ ને લગતી રોગો ના નિવારણ માટેના ડોક્ટરોને ગોલ્ડન સમય બની રહેશે.નામાકીત જ્યોતિષીઓના નિધનના સમાચાર આવી શકે !

વકીલો ને વકીલાત માટે ખુબજ કપરો સમય સાબિત થાય.અર્થતંત્રના પ્રજનન દર હજુ પણ ઘટે.નવા જન્મેલા જાતકો ને આફત માંથી શુભ અવસર પ્રાપ્ત થાય.ભૂકંપ,સુનામી,લાવારસ નીકળવો જેવી કુદરતી-અકુદરતી સમસ્યાઓનો સામનો કરવાનો આવે.

જાણીતા જયોતિષી આશિષ રાવલ
Mobile no.94267 00179

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap