વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશની રાજધાની દિલ્હી સહિત દેશના આઠ સ્થળોથી લીલી ઝંડી આપીને ગુજરાતના કેવડિયા સુધીની આઠ સ્પેશ્યલ ટ્રેનોને રવાના કરી હતી.
આ સાથે, ગુજરાતમાં સરદાર સરોવર ડેમ નજીક કેવડિયા ગામને દેશભરમાંથી રેલવે દ્વારા જોડવામાં આવ્યું છે. આ ગામની નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્વતંત્ર સેનાની લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા છે.
ટ્રેનોને લીલી ઝંડી બતાવતા પહેલા પીએમ મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી કેવડિયા રેલ્વે સ્ટેશનની કેટલીક તસવીરો પણ ટ્વિટર પર પોસ્ટ કરી હતી.
આ ટ્રેનો વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન, રીવા, ચેન્નાઈ અને પ્રતાપનગરથી કેવડિયા જવા રવાના થઈ છે.
આ ટ્રેનો છે
•09103/04 કેવડિયા-વારાણસી મહામના એક્સપ્રેસ (અઠવાડિયામાં એકવાર)
•02927/28 દાદર-કેવડિયા એક્સપ્રેસ (દૈનિક)
•09247/48 અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસ (દૈનિક)
•09145/46 નિઝામુદ્દીન-કેવડિયા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ(અઠવાડિયામાં બેવાર)
•09105/06 કેવડિયા-રીવા એક્સપ્રેસ (અઠવાડિયામાં એકવાર)
•09119/20 ચેન્નઈ-કેવડિયા એક્સપ્રેસ (અઠવાડિયામાં એકવાર)
•09107/08 પ્રતાપનગર-કેવડિયા MEMU ટ્રેન (દૈનિક)
•09109/10 કેવડિયા-પ્રતાપનગર MEMU ટ્રેન (દૈનિક)
ટ્રેનોને લીલી ઝંડી બતાવતી વખતે પીએમ મોદીએ કહ્યું કે, આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે દેશના જુદા જુદા ખૂણાથી એક જ જગ્યાએ ટ્રેનો રવાના કરવામાં આવી છે.
પીએમ મોદીએ કહ્યું કે,”આજે કેવડિયા ગુજરાતના દૂરના વિસ્તારમાં હવે એક નાનો બ્લોક નથી, પરંતુ કેવડિયા આજે વિશ્વના સૌથી મોટા પર્યટક ક્ષેત્ર તરીકે ઉભરી રહ્યા છે. આ રેલવે જોડાણનો સૌથી મોટો ફાયદો માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારા પ્રવાસીઓને જ મળશે, પરંતુ તે કેવડિયાના આદિવાસી ભાઇ-બહેનોનું જીવન પણ બદલી નાખશે.”
પીએમએ કહ્યું કે,નાનો સુંદર કેવડિયા એક આયોજિત રીતે વાતાવરણની સુરક્ષા કરતી વખતે અર્થતંત્ર અને ઇકોલોમી બંનેનો કેવી રીતે ઝડપથી વિકાસ થઈ શકે છે તેનું એક મહાન ઉદાહરણ છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે કેવડિયાના આદિવાસી યુવાનો વધુને વધુ પર્યટનને કારણે રોજગાર મેળવી રહ્યા છે.
