હાલોલ: રવાલીયા ગામે સ્ટેટ મોનીટરીંગ ટીમના દરોડા,દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

પંચમહાલ: જિલ્લાના હાલોલ તાલુકાના રવાલીયા ગામના નવાડ ફળીયામાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડી ખેતરમાં સંતાડેલો વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક ઈસમ ત્યાથી ફરાર થઇ જવામા સફળ રહ્યો હતો. ૧,૪૭,૧૮૦ લાખ રૂપિયાનો દારુ સહિતનો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.આ મામલે હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોધાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના રવાલીયા ગામે નવાડ ફળીયામાં રહેતા માસૂક રાઠવાએ બુટલેગર જાડૂ ચાચડીયા પાસેથી વિદેશી દારૂનો જથ્થો મંગાવીને ખેતરમાં સંતાડી રાખી પોતાના મળતીયાઓ નવીન નાયક અને રાજુ રાઠવા સાથે મળીને દારૂનો વેપાર કરે છે.તેવી બાતમી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ ટીમને મળી હતી.આથી બાતમી વાળી જગ્યાએ રેડ પાડતા માસૂક રાઠવા અને નવીન નાયક ઝડપાઈ ગયા હતા.

રાજૂ રાઠવા નાસી ગયો હતો.તેમના ઘરમા તપાસ કરતા દેશીદારૂની ભઠ્ઠી પણ મળી આવી હતી,તેમજ ત્યા પડેલ ગાડીમાથી અને ખેતરમાં સંતાડી રાખેલો દારૂનો જથ્થો મળી કુલ ૧,૪૭,૧૮૦ લાખ રૂપિયાનો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.આ પકડાયેલા બે ઈસમોને હાલોલ ગ્રામ્ય પોલીસને સોપીને તેમજ દારૂની ડીલીવરી આપનાર તેમજ નાસી જનાર ઈસમ સામે હાલોલ ગ્રામ્ય પોલીસ મથકમા ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap