શહેરા,પંચમહાલ : પંચમહાલ જીલ્લાના શહેરાનગરની પાસે આવેલા આંકડીયા ગામની સીમમા આવેલી ચાલતા જુગારધામ પર ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગની ટીમે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.જેમા ૧૧ ઈસમોને પકડી પાડવામા આવ્યા હતા.અને ભાગી છુટેલા ઈસમો સામે કાર્યવાહી કરીને મોબાઈલ,ચલણી નાણુ,બાઈક, સહીત ૨,૫૯,૯૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રાજ્યમાં ચાલતી જુગાર- પ્રોહીબીશનની બદીઓને નેસ્તનાબુદ કરવા સુચના આપવામા આવી હતી.જેમાં ટીમને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે શહેરા તાલુકાના આંકડીયા ગામે આવેલી સરકારી ખરાબાની ઝાડીઓમા હારજીતનો જુગાડ રમાડવામા આવે છે. આથી સ્ટેટ મોનિટંરીગની ટીમ તેમજ એસ.આર.પી સ્ટાફના માણસોએ સાથે મળીને બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી.રેડના પગલે જુગાર રમતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. ટીમે ભાગવા જતા ૧૧ ઈસમોને સ્થળ પરથી જ પકડી લીધા હતા.જગ્યા ઉપર પ્લાસ્ટીકનુ કંતાન, જુગાર રમવા માટેનો ચાર્ટ,મોબાઈલ ફોન, મોટરબાઈકો તેમજ જુગાર રમવાની સામગ્રી ભેગી કરીને શહેરા પોલીસ મથકે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ મામલે ૨,૫૯,૯૫૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
-જૂગારની બદીથી પરિવારો પાયમાલ થાય છે.
આંકડીયા ગામની ઝાડીઓમાં ધમધમતા જૂગારધામ પર દરોડાને પગલે અનેક સવાલો થયા છે.આ જુગારધામ કયારથી ચાલતુ હશે?
દારૂની બદી જેમ પરિવારને પાયમાલ કરી નાખે છે.તેમ જુગારની બદી પણ પરિવારને આર્થિક રીતે પાયમાલ કરી નાખે છે.ઘરમાં કંકાસ ઉભા થાય છે.પતિ-પત્ની વચ્ચે થતા ઝગડાને કારણ બાળકોનુ ભવિષ્ય બગડે છે.
