આજથી શાકંભરી દેવી નવરાત્રિનો પ્રારંભ, આ ઉપાસના મંત્રનો જાપ કરો દરેક મુશ્કેલીમાંથી થશો મુક્ત

આજ થી પોષ સુદ ૮ થી શાકંભરી દેવી નવરાત્રી પ્રારંભ થશે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર વર્ષ દરમિયાન ત્રણ નવરાત્રિનો આરંભ સુદ એકમથી થાય છે.જ્યારે આજની નવરાત્રી શાકંભરીનો પ્રારંભ સુદ ૮  થી થાય છે. આ વ્રત શ્રદ્ધાળુ ભક્તો ભક્તિભાવપૂર્વક પૂનમ સુધી ઉજવશે.

આજે શાકંભરી દેવીની પ્રતિમા સાથે કળશ,શ્રીયંત્ર વગેરેની સ્થાપના આઠ દિવસ વિધિવત પૂજન અર્ચન કરી સવાર-સાંજ જગદંબાના સ્તોત્રનો પાઠ કરાય છે. માતાજીના અખંડ દીવાનું પણ સ્થાપન કરાય છે. આરતી-સ્તુતિ કરીને પ્રદક્ષિણા પૂર્વક નમસ્કાર કરાય છે.

માતાજીને ગરમાગરમ શીરો-પુરી ઈલાયચી દાણા,નાળિયેર,મેવા અને મીઠાઈનો પ્રસાદ ધરાવવામાં આવે છે. તેમજ પૌરાણિક કથામાં શાકંભરી દેવી ની સિદ્ધપીઠ નો મુખ્ય પ્રસાદ ‘સરાલ’જણાવાયો છે.’સરાલ’એ વિશિષ્ટ ફળ છે જે પર્વતીય પ્રદેશ નું ફળ શિવાલિક પર્વત ની ટેકરી ઉપર ઉગે છે.આ શકકરિયા જેવું દેખાય છે.

દેવતાઓની ભૂખ મીટાવવા માટે મા શાકંભરી એ શાકભાજી અને સરાલ જેવા ફળ ઉત્પન્ન કર્યા હતા તેવું દેવી ભાગવતમાં ઉલ્લેખ આવે છે. આ નવરાત્રિમાં માતાજીને નૈવેધ માં વિવિધ પ્રકારની શાકભાજી તેમજ ફળ ફૂલ ધરાવાય છે. દેવીનો જાણીતો ઉપાસના મંત્ર “ઓમ રીમ્  શાકંભરીદેવ્યૈ નમઃ “

શાકંભરી અને શાકભાજી નું નૈવેદ્ય ધરીને એવો વિશ્વાસ લખાય છે કે અનાવૃષ્ટિ ના કપરા સમયે પણ મહાદેવી શાકંભરીએ જથ્થાબંધ શાકભાજી ઉત્પાદન કરીને ધરતીલોક ને હરિયાળું રાખે માટે પોસી પૂર્ણિમાના દિવસે સ્વામિનારાયણ મંદિરોમાં,વૈષ્ણવ સંપ્રદાયની હવેલીઓમાં શાકોત્સવ તરીકે ઉજવાય છે તેમાં ભાતભાતની લીલી શાકભાજી વગેરે ના દર્શન કરાવાય છે.દેવી ભાગવતમાં,માર્કંડ પુરાણ,દેવી મહાત્મા તેમજ શિવપુરાણમાં શાકંભરી દેવીનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવેલ છે.

(જાણીતા જ્યોતિષી આશિષ રાવલ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap