બિમલ માંકડ,કચ્છ: પૂર્વ કચ્છના કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં એસ.આર.પીના મરીન કમાન્ડોએ ઑટોમેટીક ગનથી આપઘાત પગલું ભરી લેતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. આત્મહત્યાનું પગલું ભરનાર મહેશ દેવજીભાઈ ચૌહાણ, કારડીયા રાજપૂત, ઉ.વર્ષ.૩૬ અંજારના મકલેશ્વર મહાદેવ મંદિરની પાસે આવેલી શિવધારા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો હતો.
બનાવ ગઈકાલે રાત્રીના અરસામાં પ્રકાશમાં આવ્યો હતો. મૃતક જવાન મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના બાજુનો વતની હતો. આ જવાન યુનિફોર્મ પહેરેલ હતું અને બેડ પર તે મૃત હાલતમાં મળી આવ્યો હતો માથા પાછળ તકિયા મૂકી ગનને હડપચી નીચે રાખી ટ્રિગર દબાવી દીધું હતું, તેવું લોક ચર્ચામાંથી જાણવા મળી રહ્યું છે.
પ્રાથમિક તપાસના જણાવ્યા અનુસાર ગોળી મહેશના માથાને વીંધીને સીધી છતમાં ટકરાઈ હતી જેમાં છતનું પોપડું ઉખડી નીચે પડ્યું હતું. મહેશ પરિણીત હતો અને એક દિવસ અગાઉ જ તે વતનથી અંજાર પરત ફર્યો હતો. મહેશના મૃતદેહ પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી આપઘાતનું કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી પોલીસ તપાસબાદ આત્મગાતી પગલા પાછળનું સચોટ કારણ બહાર આવશે.
