અમદાવાદ: સરદાર પટેલ સેવાદળ (SPG)દ્વારા આગામી 28 ડિસેમ્બરે સવારે 11:00 કલાકે ગુજરાતના તાલુકા જિલ્લાના 25 જેટલા સ્થળો પર એકસાથે લવ જેહાદ પર કડક કાયદાનું ગઠન સરકાર દ્વારા કરવામાં આવે તે હેતું સર SPG ગ્રુપ આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે.
ત્યાં પધારી અમારી માંગણી સરકાર સુધી પહોંચાડવામાં તમો માધ્યમ બનો તેવી અમારા સંગઠનની અપેક્ષા છે. આવેદનપત્રના સ્થળ કલેક્ટર ઓફીસ ગાંધીનગર, સુરત, અમદાવાદ, હિંમતનગર, પાલનપુર, પાટણ, રાજકોટ, મોરબી, જૂનાગઢ, ગીરસોમનાથ, ભરૂચ, વડોદરા – મામલતદાર ઓફીસ: જોટાણા, બેચરાજી, વિસનગર, વડનગર, ઊંઝા, સતલાસણા, વિજાપુર, કલોલ, ધોળકા, વાપી, સિધ્ધપુર, માણસા, કડી છે.
ઉલ્લેખનિય છે કે, યુપી બાદ હવે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં કેબિનેટે ધાર્મિક સ્વતંત્રતા બિલ -2020 પસાર કર્યું. આજની બેઠકમાં મધ્યપ્રદેશમાં લવ જેહાદ વિરુદ્ધ કેબિનેટ દ્વારા બિલને મંજૂરી આપવામાં આવી છે. આ કાયદો લાગુ થયા બાદ જો કોઈ દોષી સાબિત થાય છે, તો તેને 10 વર્ષ સુધીની સજા થશે.
મધ્યપ્રદેશમાં લવ જેહાદને રોકવા મધ્યપ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા બિલ-2020 ને કેબિનેટ મંજૂરી મળી છે. આ વિધેયક આગામી વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે. આ કાયદા હેઠળ બળજબરીથી ધર્મ પરિવર્તન કરનારા લગ્ન કરવા માટે વધુમાં વધુ 10 વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
