નવા વર્ષમાં વિશ્વમાં બનનારી આ ખાસ ઘટનાઓ વિશે જાણો

117માં યુનાઇટેડ સ્ટેટસ કોંગ્રેસનું કોન્વેન 3 જાન્યુઆરીએ યોજાશે. જેમાં ઇલેક્ટોરલ કોલેજ 2020માં યોજાયેલી પ્રેસિડેન્શિયલ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. સાથે જ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાયડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસ પોતાના કાર્યકાળની શરૂઆત કરશે. અમેરિકન ઇતિહાસમાં આ ઇવેન્સ ખુબ જ ખાસ હોય છે.

જ્યોર્જ ફ્લોયેડની હત્યાની સુનાવણી

અમેરિકામાં ચાર પોલીસ કર્મી દ્વારા એક નાગરિકની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. આ નાગરિકનું નામ જ્યોર્જ ફ્લોયેડ હતું. આ મામલે અમેરિકાની કોર્ટમાં ખાસ સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ અમેરિકા સહિત દુનિયાભરમાં બ્લેક લાઇફ મેટર હેસટેગ સાથે મુવમેન્ટ શરૂ થઇ હતી.

ઇઝરાયેલની ચૂંટણી

વર્ષ 2021માં ઇઝરાયેલમાં બે વર્ષ બાદ ચોથી ચૂંટણી યોજાશે. માર્ચમાં યોજાનારી આ ચૂંટણીમાં બે મુખ્ય પક્ષો હશે. આ ચૂંટણી એવા સમયે યોજાઇ રહી છે જેમાં હાલના પ્રેસિડેન્ટ બેન્જામીન નેતન્યાહુ પર ભ્રષ્ટાચારના એક કેસમાં ટ્રાયલ શરૂ થશે. ઉલ્લેખનીય છે કે નેતન્યાહુ ઇઝરાયેલના સૌથી વધુ સમય સુધી સતા પર રહેનારા પ્રેસિડેન્ટ છે. ઇઝરાયેલમાં નેતન્યાહુ વિરુદ્ધ દેખાવો પણ શરૂ થયા હતા જો કે કોરોના મહામારીને કારણે તે બંધ થઇ ગયા હતા.

હોંગ કોંગ

હોંગકોંગના સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રીઝને લેજેસ્લેટિવ કાઉન્સિલ માટે ચૂંટણીની જાહેરાત કરી હતી. આ ચૂંટણી 6 સપ્ટેમ્બર 2020માં યોજાનાર હતી પરંતુ કોરોના મહામારીને કારણે ચીફ એક્ઝિક્યુટીવ કેરી લામ દ્વારા રદ કરવામાં આવી હતી. જો કે હવે આ ચૂંટણી યોજાઇ તેવા અણસાર આવી ગયા છે.

ક્લાઇમેટ ચેન્ઝ કોન્ફરન્સઃ

2021 યુનાઇટેડ નેશન ક્લાઇમેટ ચેંઝ કોન્ફરન્સ 1થી 12 નવેમ્બર 2021માં ગ્લાસ્ગોમાં યોજાશે. આ કોન્ફરન્સ 2020માં યોજાનાર હતી પરંતુ કોરોના મહામારીને કારણે રદ કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં વિવિધ દેશોના નેતાઓ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવા માટે ચર્ચા કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap