સૌરાષ્ટ્રના આ જિલ્લામાં હવે વ્યાજખોરોની ખેર નથી,પોલીસે શરૂ કરી ખાસ ઝુંબેશ

ભાવેશ રાવલ,જૂનાગઢ: રેન્જના ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં વ્યાજખોરો દ્વારા લોકોને હેરાન કરવાના બનાવો દરેક જગ્યાએ વધેલા હોવાની ફરિયાદો આધારે જૂનાગઢ પોલીસ દ્વારા પ્રજાની મદદ કરવાની અને તેઓને કોઈ વ્યાજખોરો તરફથી બળજબરી કરવામાં આવતી હોય.

વ્યાજના હપ્તાઓ માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય, બળજબરીથી નાણાં કઢાવવા માટે ધમકીઓ આપવામાં આવતી હોય કે ગેર કાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરવામાં આવતો હોય, તેઓની માહિતી આપવા હેલ્પ લાઇન નમ્બર (શ્રી પ્રદીપસિંહ જાડેજા, ડીવાયએસપી, જૂનાગઢ મોબાઈલ નંબર 99784 07898 ઉપર તેમજ શ્રી એચ.આઇ. ભાટી, પો.ઇન્સ., સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ મોબાઈલ નંબર 97277 22488 ઉપર તથા અથવા પોલીસ કંટ્રોલ રૂમ) આપી, મદદ માંગવા જાણ કરવામાં આવે.

જે હેલ્પલાઇન નંબર આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરએ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ.આર.જી.ચૌધરી, પી.એસ.આઇ. જે.એચ.કછોટ, હે.કો. મોહસીનભાઇ પો.કો. વીક્રમસિહ, નારણભાઇ, સંજયભાઇ, સાહિતની ટીમ દ્વારા સઘન કાર્યવાહી કરી, આરોપીઓ (1) હારૂન આમદભાઇ સમા રહે. મજેવડી દરવાજા પાસે, સંધીપરા, જુનાગઢ, (2) મૌલીક ભરતભાઇ પારેખ રહે. તળાવ દરવાજા, નીલધારા એપાર્ટમેન્ટ, જૂનાગઢ તથા (3) રાકેશ વીનુભાઇ પરમાર રહે. ઢાલરોડ, હનુમાન ગલી, જૂનાગઢ વિરૂદ્ધ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ અલગ અલગ બે ગુન્હાઓ નોંધવામાં આવેલ છે.

જેમાં એક ગુન્હાના ફરિયાદીએ આરોપી હારૂન સમા પાસેથી રૂ. 10,000/- વ્યાજે લીધેલા અને દર મહિને રૂ. 4,000/- લેખે કુલ રૂ. 36,000/- વ્યાજના આપેલ હોવા છતાં, હજુ વ્યાજ તથા આપેલ રૂપીયા માંગી રહ્યો હોઈ અને વ્યાજના આટલા બધા રૂપિયા આપેલ હોવા છતાં ધાક ધમકી આપી, ત્રાસ આપવાનું ચાલુ રાખવામાં આવેલ હોઇ, જ્યારે બીજા ગુન્હામાં ફરિયાદીના મિત્રને પૈસાની જરૂરી હોય જેથી ફરિયાદીને આરોપી મૌલીક પારેખ તથા રાકેશ પરમાર પાસેથી પૈસા લેવા મોકલેલ અને આરોપીઓ પાસેથી રૂ. 20,000/- વ્યાજે લીધેલા અને દર મહિને રૂ. 4,000/- લેખે વ્યાજના પૈસા આપવાના હોઇ અને જેણે રૂપિયા લીધેલ તે મિત્ર મરણ ગયેલ હોય અને આરોપીઓને પૈસા આપવાના બાકી હોઇ, જેથી આરોપીએ ફરીયાદીન પાસેથી રૂ. 68,000/- માંગી રહયા હોઈ અને ફરીયાદીને ધાક ધમકી આપી, ત્રાસ આપવાનું ચાલુ રાખવામાં આવેલ હોઇ, બંને ફરિયાદીઓએ અલગ અલગ ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા આરોપીઓ (1) હારૂન આમદભાઇ સમા ઉવ.૪૨ રહે.જૂનાગઢ મજેવડી દરવાજા પાસે સંધીપરા (2) મૌલીક ભરતભાઇ પારેખ ઉવ.૩૪ રહે.જુનાગઢ તળાવ દરવાજા નીલધારા એપાર્ટમેન્ટ, (3) રાકેશ વીનુભાઇ પરમાર ઉવ.૩૮ રહે.જુનાગઢ ઢાલરોડ હનુમાન ગલી વાળાઓની ધરપકડ કરવામાં આવેલ છે.

આરોપી હારૂન આમદભાઈ સમા વિરૂધ્ધ ભૂતકાળમાં જૂનાગઢ રેલવે પોલીસ સ્ટેશન અને ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે પણ લૂંટ, વિશ્વાસઘાત, ધમકી આપવા બાબતના ગુન્હાઓ દાખલ થયેલ હોઈ, આંતરજિલ્લા ગુન્હેગાર હોવાનું જણાય આવેલ છે. તેમજ પકડાયેલ આરોપીઓ દ્વારા અન્ય કેટલા વ્યક્તિઓને વ્યાજે રૂપિયા આપેલા છે, પઠાણી ઉઘરાણી કરવા માટે કોને કોને ધાક ધમકી આપી છે ? મુદ્દાઓ ઉપર પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે.

ઉપરાંત પકડાયેલ આરોપીઓના ફોટોગ્રાફ તથા નામ જાહેર કરી, કોઈ વ્યક્તિઓને આ આરોપીઓ દ્વારા વ્યાજે રૂપિયા આપેલ હોઈ અને ઉઘરાણી માટે ધાક ધમકી આપવામાં આવતી હોય તો, ઉપરોક્ત હેલ્પ લાઇન નમ્બર અથવા પોલીસ કંટ્રોલ રૂમ નો સંપર્ક કરવા જૂનાગઢ પોલીસની એક યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap