આવતીકાલે સોમવારે શિવરાત્રી છે.જયારે મંગળવારે દર્શ અમાવાસ્યા છે અને સ્વામી વિવેકાનંદ જયંતિ પણ છે. આજના સમયમાં સ્વામીવિવેકાનંદના વિચારો એટલા જ પ્રસ્તુત છે ભારતના આધ્યાત્મિક વૈભવને સમજવા માટે સ્વામીજીને સમજવા જ રહ્યા. બુધવારે પણ અમાસનો ભાગ હોય બુધ અમાવાસ્યા બને છે જેથી સાધના માર્ગે આ શ્રેષ્ઠ દિવસ ગણી શકાય.
ગોચર ગ્રહોની વાત કરીએ તો મકર રાશિમાં ધીમે ધીમે ગ્રહોના મહાસંમેલનની તૈયારી થઇ રહી છે જેની વચ્ચે અમેરિકાએ કદી ના જોયા હોય તેવા અધ્યાયોની ત્યાં શરૂઆત થઇ ગઈ છે.આવતા ગુરુવારે સૂર્ય અને ચંદ્ર પણ મકરમાં આવતા મકર રાશિમાં ચંદ્ર-સૂર્ય-બુધ-ગુરુ-શનિ અને પ્લુટોની યુતિ મકરમાં થશે જે ઘટનાક્રમને ખુબ ગતિ આપનાર બનશે વળી સંક્રાંતિની અસર પણ આ દિવસોમાં દેખાશે. જેથી સૂર્યના ઉત્તર અયનની અસર પણ જોવા મળશે જે વૈશ્વિક સ્તરે મોટા ઘટનાક્રમની ગવાહી પૂરશે.
(જાણીતા જયોતિષી આશિષ રાવલ)
