ફિલ્મોની દુનિયાના ‘વિલન’ અને રિયલ જિંદગીમાં ‘હીરો’ સોનુ સૂદ કોરોના મહામારી દરમિયાન ખૂબ જ ચર્ચામાં કહ્યાં હતાં. લોકડાઉનના કપરા સમયમાં ગરીબ લોકોની મદદે આવેલા આ અભિનેતાની આખી દુનિયા ફેન બની ગઈ છે. સામાન્ય લોકોથી લઈને દરેક ફિલ્ડના વિખ્યા સેલેબ્સ સોનુ સૂદની પ્રશંસા કરી રહેલા લોકો પોતાના બાળકોના નામ સોનુ સૂદ આપી રહ્યા છે, તો કેટલાક લોકોએ ભગવાનનો દર્જો આપી રહ્યા છે.
સોનુ પ્રત્યેનો આભાર અને પ્રેમ વ્યક્ત કરવા માટે લોકોએ તેલંગણાના એક ગામમાં સોનુના નામે એક મંદિર બનાવ્યું છે, જ્યાં તેમની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. તેલંગાણા રાજ્યના ડુબા ટાંડા ગામના લોકોએ 47 વર્ષીય સોનુ સૂદના નામે મંદિર બનાવીને તેમનું સન્માન કર્યું છે. ગામના લોકોએ સિદ્દીપેત જિલ્લા અધિકારીઓની મદદથી આ મંદિર બનાવ્યું છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, તેઓ સોનુ સૂદની મૂર્તિની સ્થાપિત કરીને સારું અનુભવી રહ્યા છે. તેમણે કહ્યું કે, સોનુ સૂદે મુશ્કેલ સમયમાં દરેક સંભવિત પ્રયાસો કર્યા છે, જેમ ભગવાન તેમના ભક્તોની મદદ કરે છે. જાણીએ કે સોનુ પોતાના લોકોના આ પ્રેમને જોઈને ખૂબ ખુશ છે પરંતુ તે જ સમયે તે વિનમ્ર પણ અનુભવી રહ્યાં છે.
ઉલ્લખનિય છે કે, લોકડાઉન દરમિયાન, સોનુ સૂદે પરપ્રાંતિય મજૂરોને દેશના જુદા-જુદા વિસ્તારોમાં આવેલા તેમના ઘરો સુધી પહોંચવામાં મદદ કરી હતી. તેમને આર્થિક સહાય પણ આપવામાં આવી હતી.
