કોંગ્રેસમાં સક્રિય નેતૃત્વ અને વ્યાપક સંગઠનાત્મક બદલાવની માંગને લઈને પત્ર સખનારા 23 નેતાઓ અને ગ્રુપમાં સામેલ કેટલાક નેતાઓ સાથે શનિવારે પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી મહત્વની બેઠક યોજશે.
આ બેઠકમાં સોનિયા ગાંધી તમામ નેતાઓ સાથે મહત્વની ચર્ચા કરશે. આ નેતાઓની બેઠકની ભૂમિકા તૈયાર કરવામાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનો મોટો હાથ છે. થોડા દિવસો પહેલા કમલનાથે સોનિયા ગાંધી સાથે મુલાકત પણ કરી હતી.
સોનિયા ગાંધીએ કેટલાક એવા નેતાઓ પણ મળી શકે છે જેઓ લાંબા સમયથી પાર્ટીથી નારાજ છે, જોકે તેઓ પત્ર પર હસ્તાક્ષર કરનારા નેતાઓમાં પણ નહતા. જોકે આ બેઠક બાદ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યત્રનું નામ પણ જાહેર થઈ શકે છે.
