પાર્થ મજેઠીયા,ભાવનગર: શહેરના વિજયરાજનગરમાં રહેતા નિવૃત્ત DYSP નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગત 16 સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરે તેમના પત્ની બીનાબા, નંદિનીબા અને પશશ્વીબા નામની પુત્રીઓ અને પોતાના ડોગને રિવોલ્વરમાંથી ગોળીઓ મારી તેમણે પણ રિવોલ્વરમાંથી ગોળી છોડીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાના પગલે અરેરાટી પ્રસરી જવા પામી હતી.
આ ઘટના બાદ એક મહિના પૂર્વે નિવૃત્તિ DYSP નરેન્દ્રસિંહ જાડેજાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં તેમના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાના સાઢુભાઈ યશુભાઈ ઉર્ફે યશવંતસિંહ રઘુવિરસિંહ રાણા તેમના પત્ની મીનાબા રાણા, પુત્ર યજ્ઞદિપસિંહ, પિતા રઘુવિરસિંહ અને તેમની દીકરી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.
તેઓના દિકરા સાથે ભાગીદારી પેઢીમાં રૂ.45,30,482 ના હિસાબોના ગોટાળા કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી અવારનવાર પૃથ્વીરાજસિંહના ઘરે જઈને તેમની દીકરીઓને મારમારી મારી નાખવાની ધમકી આપી અડઘી મિલ્કતનું વીલ લખી આપવા દબાણ કરી મરવા મજબુર કરતા યશુભાના ત્રાસના કારણે તેમના પુત્ર એ પરિવાર સાથે સામુહિક આત્મહત્યા કરી લીધી આ મામલે નિલમબાગ પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો.
આ ચકચારી કેસની તપાસ ક્રાઈમ બ્રાંચે હાથ ધરી હતી અને યશુભા રઘુવિરસિંહ રાણાને કોરોન્ટાઈન કરી કોરોના રીપોર્ટ નેગેટિવ આવતા તેની ઘરપકડ કરી રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતાં કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં.
