અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ 94 વર્ષની વયે નિધન થયું છે. માધવસિંહ સોલંકીની નાદુરસ્ત તબિયતના કારણે આજે વહેલી સવારે ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતાં. તેમના નિધન પર એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

માધવસિંહ સોલંકીનો જન્મ ૩૦મી જુલાઈ,૧૯૨૭ના રોજ મહેસાણા જિલ્લાના પિલુન્દ્રા ખાતે થયો હતો. તેઓએ તેમની રાજકીય કારકીર્દીની શરૂઆત ૧૯૪૭થી કરેલ હતી.

તેઓ ૧૯૭૬માં પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતાં.તેઓ ખામ થિયરી માટે પણ જાણીતા હતા.

ત્યારબાદ ૧૯૮૧થી ૧૯૮૫ અને ૧૯૮૯ થી ૧૯૯૦ના સમયગાળામાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપી હતી અને ૧૯૯૧-૯૨ના સમયગાળા માટે ભારત સરકારમાં વિદેશમંત્રી તરીકે પણ રહી ચુક્યા હતાં.

