લાખો રૂપિયામાં વહેંચાઈ છે આ દુર્લભ સાપ, વનવિભાગે કર્યો પર્દાફાશ

કિશન બાંભણિયા, ગીર સોમનાથ: ગીરગઢડા તાલુકાના ઇંટવાયા ગામે રહેતો શખ્સના પોતાના ધરમાંથી આંધળી સાકળ પ્રજાતીના (સાપ)નો આંતર રાજ્યમાં મોકલાવી વેપાર કરતો હોવાની બાતમી આધારે જશાધાર રેન્જના વનવિભાગ સ્ટાફએ આ શખ્સને તેમના ધરમાંથી ત્રણ સાપ મુદામાલ સાથે ઝડપી પાડેલ હતો અને આ અંગેની વનવિભાગ દ્વારા ફરીયાદ નોધાવતા આજ રોજ આ શખ્સને કોર્ટમાં રજુ કરાતા 6 દિવસના રીમાર્ડ મંજુર કરેલ છે.

ઇંટવાયા ગામે રહેતો જગદિશ મનુ વાડદોરીયા નામના શખ્સે આંધળી સાકળ નામના પ્રજાતિ (સાપ) નો આંતરરાષ્ટ્રીય અને આંતર રાજ્યોમાં મોકલાવી લાખો રૂપિયાનો વેપાર ધંધો કરતો હોવાની અંગેની બાતમી જશાધાર રેન્જના આર એફ ઓ જે જી પંડ્યાને મળતા ધારી પૂર્વ વનવિભાગના ડો. સુમન શર્મા, ડી સી એફ તથા એન જે પરમાર મદદનીશ વનવિભાગના માર્ગદર્શન હેઠળ વનવિભાગનો કાફલો જગદિશના ધરે પહોચી ગયા હતા.

તપાસ કરતા પોતાના ધરમાં છુપાવેલ ત્રણ આંધળી સાંકળ (સાપ) સાથે શખ્સને ઝડપી પાડેલ હતો. અને તેની અટક કરી વધુ પુછપરછ કરવામાં આવતા આ આંધળી સાંકળનો વેપાર કરતો હોય અને બહારના રાજ્યોમાં મોકલાવતો હોવાનું ખુલવા પામેલ છે.

આ ત્રણ સાપની કિંમત રૂ. 75 લાખમાં બહારના રાજ્યમાં મોકલવા નક્કી કરેલ હોવાનુ બહાર આવતા વનવિભાગે જીણામાં જીણી વિગત મેળવી હતી. અને આ લાખો રૂપિયાનુ કોંભાંડ કોઇ એક શખ્સ દ્વારા થતુ ન હોય અને આ કોંભાંડમાં વધુ શખ્સોની સંડોવણી હોવાનો નકારી શકાતુ ન હોય હાલ વનવિભાગે જગદિશ મનુ વિરૂધ્ધ ફરીયાદ નોંધી ઉના કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે 6 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. રીમાન્ડ દરમ્યાન આ શખ્સે આંધળી સાંકળ ક્યાથી પકડી અને કેટલા સમયથી આ વ્યવસાય સાથે સંકળાયેલો છે. અને આ આંધળી સાકળ કોને અને ક્યા આપવાની હતી. અને આ સાપ પકડવામાં કોણે મદદ કરી તેવા વિવિધ સવાલો વનવિભાગ સામે ઉભા થયેલ છે. ત્યારે આ કોભાંડના મૂળ સુધી પહોચવા વનવિભાગ કમળ કસી રહ્યુ છે અને જશાધારા રેન્જના આર એફ ઓ પંડ્યા, આગળની વધુ તપાસ હાથ ધરી છે.

આંધળી સાંકળ (સાપ) ખરેખર શું છે

આંધળી સાંકળએ સાપની એક પ્રજાતી છે. જે બે મોઢા ધરારવતો સાપ હોય છે. અને આંધળો હોય તેથી તેમને આંધળી સાંકળ કહેવામાં આવે છે.

આંધળી સાંકળ (સાપ) મેલી વિદ્યામાં ઉપયોગમાં થાય છે.

ત્રણ આંધળી સાંકળ (સાપ) સાથે વનવિભાગે ઝડપી પાડેલ શખ્સને એક સાપના રૂ.25 લાખ એટલેકે 3 સાપના રૂ.75 લાખ મળવાના હતા. આંધળી સાંકળ (સાપ) ને ઇંગ્લીશમાં રેડ સેન્ડ ગુઆ કહેવામાં આવે છે. અને તેનો ઉપયોગ મેલી વિદ્યામાં તેમજ દવા બનાવામાં કરવામાં આવેતો હોવાનું જાણવા મળ્યુ છે.

કોંભાડના મૂળ સુધી પહોચી શું: જે જી પંડ્યા.આર એફ ઓ.

આ બાબતે જશાધાર રેન્જના આર એફ ઓ જે જી પંડ્યાનો સંપર્ક કરતા તેમણે જણાવેલ આંધળી સાકળ (સાપ) વેચવાનું જે કોભાંડ સામે આવ્યુ છે. તેમના મૂળીયા ખુબજ ઉંડા હોય આ સમગ્ર કોભાંડની તપાસ કરી તેમના મૂળ સુધી પહોંચી શું અને આ કોભાંડમાં એક કરતા વધુ શખ્સો હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap