દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના પ્રદર્શનથી એક મોટો સમાચાર સામે આવ્યો છે. દિલ્હીની બોર્ડર પર એક ખેડૂતે આત્મહત્યા કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આત્મહત્યા કરનાર ખેડૂતનું નામ બાબા રામસિંહ છે, જે હરિયાણાના એક ગુરુદ્વારામાં પ્રમુખ હતા. માહિતી અનુસાર તેણે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. આપઘાત પૂર્વે તેમણે ખેડૂત આંદોલન પ્રત્યેના સરકારના વલણનો ઉલ્લેખ કરતી એક નોંધ લખી હતી.
સુખબીર બાદલે કહ્યું-પરિસ્થિતિને વધુ બગડવા દેવી ન જોઈએ સરકાર
શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે બાબા રામ સિંહની આત્મહત્યા અંગે ટ્વિટ કર્યું છે અને કહ્યું છે, કે કેન્દ્ર પરિસ્થિતિને વધુ બગડવા ન દે.”સંત બાબા રામસિંહ જીએ ખેડૂતોની વેદના જોઈ સિંધુ બોર્ડર પર પોતાને ગોળી મારી, આ સાંભળીને હું ચોંકી ગયો. સંતનું બલિદાન નિરર્થક રહેવા દેશે નહીં. હું સરકારને અપીલ કરું છું કે પરિસ્થિતિને વધુ ખરાબ ન બનવા દો અને ત્રણેય કૃષિ કાયદાને રદ કરો.”
‘ખેડૂતો માટે આપ્યું બલિદાન’
સુસાઇડ નોટ મુજબ, 65 વર્ષિય બાબા રામસિંહે લખ્યું છે કે, તેઓ તેમના હક્ક માટે લડતા ખેડૂતોની પીડા અનુભવી શકે છે. હું તેમની પીડા શેર કરી રહ્યો છું કારણ કે, સરકાર તેમને ન્યાય નથી આપી રહી. આ પછી તેણે આખરે લખ્યું કે ઘણા લોકોએ ખેડૂતો માટેના તેમના પુરસ્કારો પરત કર્યા છે, પરંતુ હું બલિદાન આપી રહ્યો છું.
પોલીસના જણાવ્યા અનુસાર, ગોળી વાગતા બાબા રામસિંહને પાણીપત પાર્ક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ તેનો મૃતદેહ કરનાલ મોકલી દેવાયો છે. જ્યાં તે રહેતા હતાં.
