COVID વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે અરજીની પ્રક્રિયામાં SII

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)એ કહ્યું છે કે તે આગામી બે અઠવાડિયામાં ભારતમાં એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડની COVID-19 વેક્સિન માટે ઇમરજન્સી યુઝ લાઇસન્સ માટે અરજી કરવાની પ્રક્રિયામાં છે.

SIIના CEO અદાર પૂનાવાલાએ શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વેક્સિન યાત્રા વિશે જણાવ્યું હતું કે, “અમે યોજનાના અમલીકરણ અંગે ચર્ચા કરી, જેનો અમલ આપાત ઉપયોગ માટેનું લાઇસન્સ મેળવ્યા બાદ જ લાગુ કરવામાં આવશે, જે અમારા દ્વારા આપવામાં આવેલા ડેટાના આધારે જાહેર કરવામાં આવશે. અમે ભારતના ડ્રગ કંટ્રોલરને સત્તાવાર રીતે અરજી કરવાની પ્રક્રિયામાં છીએ. “

આ ઉપરાંત પૂનાવાલાએ કહ્યું હતું કે, “અમે આગામી બે અઠવાડિયામાં ઇમરજન્સી ઉપયોગ માટેના લાઇસન્સ માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા છીએ.” પૂનાવાલાએ કહ્યું કે, તે કંપની માટેનો એક ખાસ દિવસ હતો, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુણેમાં કંપનીના કેન્દ્રની મુલાકાત લીધી હતી.

તમને જણાવી દઈએ કે પીએમ મોદી શનિવારે અમદાવાદ, હૈદરાબાદ અને પુનાની COVID-19 વેક્સનના વિકાસ કાર્યની સમીક્ષા કરવા ગયા હતા. તેમણે અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્ક, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પૂણેમાં SIIની મુલાકાત લીધી હતી.

SIIની મુલાકાત લીધા બાદ પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં ટીમ સાથે સારી વાતચીત થઈ હતી. તેઓએ વેક્સિનના ઉત્પાદનમાં કેવી રીતે વધુ વેગ લાવવાની યોજના છે તે અંગેની અત્યાર સુધીની પ્રગતિ વિશેની માહિતી શેર કરી. “એસઆઈઆઈએ વેક્સિનના વિકસાવવા વૈશ્વિક ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap