કોરોના વાયરસ સાથેની લાંબી લડાઇ બાદ હવે આખરે દેશભરમાં વેક્સિન પહોંચી રહી છે. દેશમાં 16 જાન્યુઆરીથી મેગા વેક્સિનેશન શરૂ થશે. સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ ભારતમાં ઓક્સફોર્ડ અને એસ્ટ્રાઝેનેકાની રસી તૈયાર કરી છે અને તેનું નામ કોવિશિલ્ડ રાખ્યું છે. હવે રસીની પ્રથમ ખેપ રિલીઝ કર્યા બાદ સીરમ સંસ્થાના સીઈઓ આદર પૂનાવાલાએ તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. તેણે તેની કિંમત વિશે પણ વાત કરી.
લોકોને વેક્સિન અપાવવી એ એક મોટો પડકાર છે- પૂનાવાલા
પુણેની સીરમ ઇન્સ્ટિટ્યુટ તરફથી સરકારના આદેશ પર 1 કરોડ કોરોના વેક્સિન ડોઝ દિલ્હી સહિત 13 જુદા જુદા શહેરોમાં પહોંચ્યો છે. રસી પહોંચ્યા બાદ સીઈઓ આદર પૂનાવાલાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે,”આ વેક્સિન અમારી ફેક્ટરીમાંથી બહાર નિકળી ચુકી છે, આ એક ઐતિહાસિક ક્ષણ છે. અમારું મુખ્ય પડકારએ છે કે વેક્સિન દેશના દરેક નાગરિક માટે સુલભ બને. અમારા માટે આ 2021 પડકાર છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે થાય છે.”
કિંમત 200 રૂપિયા નથી
હવે સોમવારે જ્યારે સીરમ ઇન્સ્ટિટ્યુટને સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો ત્યારે કહેવામાં આવ્યું કે કોરોના વેક્સિનની એક માત્રાની કિંમત 200 રૂપિયા લગાવી દેવામાં આવી છે. ત્યાર બાદ ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કર્યું કે, વેક્સિનની કિંમત માત્ર 200 રૂપિયા હશે. પરંતુ તે એવું નથી. આ કિંમત ફક્ત પ્રથમ ખેપ અને સરકાર માટે છે. હવે સીરમ સંસ્થાના સીઈઓ પૂનાવાલાએ આ અંગે સ્પષ્ટતા કરી છે. એમણે કહ્યું કે,”અમે ડોઝ દીઠ 200 રૂપિયાના વિશેષ ભાવે પ્રથમ 1 કરોડ કોરોના વેક્સિન આપી હતી. ભારત સરકારે આ માટે અમને વિનંતી કરી હતી કે તે સામાન્ય લોકો, ગરીબ અને આરોગ્યસંભાળના કામોને મદદ કરવા માંગે છે. પરંતુ ત્યાર બાદ અમે ખાનગી બજારમાં વેક્સિન 1000 રૂપિયામાં વેચીશું.”
પૂનાવાલાએ જણાવ્યું હતું કે વેક્સિન 200 રૂપિયાથી વધુની કિંમતે સરકારને આપવામાં આવશે, કારણ કે તે અમારી કોસ્ટ પ્રાઈસ છે. અમે નક્કી કર્યું હતું કે, સરકારને અપાયેલી વેક્સિનમાં અમે કોઇ ફાયદો નહીં કરીશું. અમે દેશ અને સરકારને પ્રથમ 10 કરોડ ડોઝ માટે મદદ કરવા માંગતા હતા.
ઘણા દેશોમાંથી વેક્સિનની ડિમાન્ડ આવી રહી છે
આદર પૂનાવાલાએ વેક્સિનની માંગ અંગે જણાવ્યું હતું કે, ઘણા દેશોએ સીરમ ઇન્સ્ટિટ્યુટને વેક્સિન સપ્લાય કરવા જણાવ્યું છે. આ માટે પીએમઓ પાસે ઘણી અરજીઓ આવી છે. અમે દરેકને ખુશ રાખવા પ્રયાસ કરી રહ્યા છીએ. ઉપરાંત, આપણે આપણા દેશની અને દેશની વસ્તીની કાળજી લેવી પડશે. અમે દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ અમેરિકાને વેક્સિન આપવા પ્રયાસ કરી રહ્યાં છીએ.
