ડૉ. કલ્યાણસિંહ ચંપાવત: 1990થી આજ સુધીમાં ખાતર, દવા, બિયારણને ઓજારોના ભાવ 4 ગણા થયા. તો મારા કિસાને પરસેવો પાડીને પકવેલ અનાજ, શાકભાજી કે ફળોનો ભાવ કેમ વધતો નથી ?
કિસાન ને કોઈ પણ શાકભાજી કે ફળો વેચવાથી એક કિલોએ 10 રૂપિયાથી વધુ મળતા નથી, તો પછી દર વર્ષે આ જ શાકભાજીને ફળો એક કિલોએ 100 રૂપિયાથી વધુના ભાવે એમ વેચાય છે ?
માસ્કના હોય તો 1000 રૂપિયા દંડ લેતી સરકાર કિસાનોની પેદાશો પર 1000% નફો લેતા કાળા બજારિયા ઉપર કેમ પગલાં નથી લેતી ?
નફાનું ધોરણ 20%થી 25% હોય તો પછી કોઈ ચમરબંધીને છોડીશું નહી ના બણગાં ફૂંકતી સરકાર કાળા બજારિયાઓને કેમ નાથતી નથી ?
કિસાનોને સિંચાઈ માટે હજારો તળાવોને હજારો ચેક ડેમ કાગળ પર જ બની ગયા, તો 10000 કરોડથી વધુ પ્રજાના પરસેવાના ટેક્ષના નાણાં સરકારી તિજોરીમાં પરત કેમ લાવતા નથી ?
કિસાનને એક એકર જમીન પર એક લાખનું ધિરાણ મલે, તો પછી એજ જમીન બિલ્ડરો કે ઉદ્યોગપતિઓ ખરીદે તો તેમને એક એકરે 1 કરોડથી 100 કરોડની લોન શા માટે ?
આજે ભારત સરકારના બજેટથી અડધા રૂપિયા એટલે કે 12 લાખ કરોડથી વધુ રૂપિયા NPA એટલે કે નોન પરફોર્મીંગ એસેટ્સ છે, જે માત્ર 50 ઉદ્યોગપતિઓ ના બેંકના લેણા બાકી છે ! જે લોન પરત આવવાની શક્યતા નથી તો પણ આ ઉદ્યોગપતિઓનુ કરોડો રૂપિયાનું વ્યાજ માફ શા માટે ?
કિસાન પોતાની જમીનમાં કોઈ ફેક્ટરી નાખે બિનખેતી કરવા માટે સરકાર 40% જમીન મફતમાં કપાત શા માટે કરે છે ?
કિસાનોની કપાત થયેલ જમીન ઉદ્યોગપતિઓ ને મફતના ભાવે શા માટે ખેરાત કરવામાં આવે છે ?
આ અબજો રૂપિયા સરકારી તિજોરીમાં જમા નથી થતા તો કોના ખિસ્સામાં જાય છે ?
બિલ્ડરો કે ઉદ્યોગપતિઓ બિનખેતી કર્યા પછી વર્ષો સુધી પડતર મુકી રાખે ત્યારે કેમ શ્રી સરકાર કરતા નથી ?
ખરાબાની કે પડતર લાખો હેકટર જમીન સમથળ કેમ કરતા નથી ?
આવી લાખો હેક્ટર જમીન ગરીબોને કેમ વાવવા આપતા નથી ?
સરકારને પણ 50% ભાગ મળે. આ આવક એક લાખ કરોડથી વધુ થાય. સરકારનુ બજેટ દોઢ ગણું થાય, તો આવા સુંદરને શ્રેષ્ઠ વિચારો સરકારને કેમ આવતા નથી ?
બજેટ વધે તોઘ કોઈ નેતાના ખિસ્સામાં કમિશનના આવે એટલે પ્રજાને બેવકૂફ બનાવવા સિવાય બીજુ શુ હોય ?
(આ આર્ટિકલમાં વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચાર છે, જે dustakk.comના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી)
