દિલ્હીમાં કિસાન આંદોલન ચાલી રહી છે. ત્યારે આજે લોક જનશક્તિ પાર્ટીના સર્વેસર્વા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ રાજસ્થાન ખાતેથી સો જેટલા સ્વયંસેવકોને દિલ્હી ખાતે મોકલી હિંમતનગર ખાતે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહાર કરી બીજા જલિયાવાલા હત્યાકાંડની સંભાવના વ્યક્ત કરી છે.
દિલ્હીમાં છેલ્લા 44 દિવસથી ચાલી રહેલા કિસાન આંદોલનને સમર્થન આપવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ લોક જનશક્તિ પાર્ટીના સર્વેસર્વા એવા શંકરસિંહ વાઘેલાએ આજે રાજસ્થાન રતનપુર બોર્ડરથી ૧૦૦ જેટલા સ્વયંસેવકોને દિલ્હી ખાતે મોકલી હિંમતનગર ખાતે આવી નિવેદન આપ્યું હતું કે, રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ રજૂ કરવાની વાતને દબાવી દેવામાં આવે છે. તેમજ કોઈપણ વ્યક્તિ વિરોધ કરે તો તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાય છે.
સાથો સાથ પોલીસ તંત્રની ભાજપના કાર્યકરો ગણાવી જણાવ્યું હતું કે,આગામી સમયમાં પોલીસ ભાજપનો કાર્યકર બની ભાજપનું સમર્થન કરી રહ્યો છે જે સ્થાનિક લોકશાહી માટે પણ ખતરો છે તેમજ દિલ્હી સરકાર જે પ્રકારે કિસાનોની વાતને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સાથોસાથ કિસાનો જે પ્રકારે રોષે ભરાયા છે. તે જોતા આગામી સમયમાં બીજો જલિયાવાલા હત્યાકાંડ થાય તેવી પૂર્ણ સંભાવનાઓ છે તેમને એવું પણ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર લોહી ની રાજ રમતમાં માહેર હોવાને પગલે જલિયાવાલા હત્યાકાંડ સર્જાય તો પણ આ વાત નહિ માને જે આગામી સમયમાં તેનું પતન કરશે સાથોસાથ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારે તાત્કાલિક આ મામલે રાજીનામું આપી દેવાની નૈતિક ફરજ ગણાવી હતી.
