અગામી તા.૧૧ ના રોજ ન્યાયના દેવતા શનિ મહારાજ લગભગ ૧ મહિનાથી અસ્ત હતા તે હવે ઉદય થશે. ન્યાયિક ચક્ર ખૂબ ઝડપથી ફરશે અને દોષીઓને સજા ફટકારવામાં આવશે.વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ મંદ ગતિ ગ્રહ ગણવામાં આવે છે. એક રાશિમાં લગભગ અઢી વર્ષ ચાલે છે. તેથી શનિનો ઉદય અને અસ્ત બંને એકદમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં શનિ મકર રાશિમાં છે અને આખુ વર્ષ મકર રાશિમાં રહેશે.
જેના કારણે કેટલાકને તેમની શિક્ષા થશે, કેટલાકને તેમના આશીર્વાદ મળશે.આ દિવસે મકર રાશિમાં સૂર્ય,ગુરુ,શનિ,શુક્ર,બુધ અને પ્લુટો હાજર રહેશે. નવા ગ્રહોમાં ફક્ત સૂર્ય,રાહુ અને કેતુ એવા ગ્રહો છે જે ક્યારેય અસ્ત થતા નથી ખરેખર, કોઇ પણ વક્રી ગ્રહ સૂર્યની નજીક જતા અસ્ત થઇ જાય છે. જ્યારે કોઇ ગ્રહ અસ્ત થાય છે. ત્યારે ગ્રહની શક્તિ ઓછી થાય છે, જેના કારણે તે ગ્રહના પરિણામો મળવા બંધ થાય છે.
આવી સ્થિતિમાં શનિનો ઉદય ખૂબ શુભ માનવામાં આવે છે. વિદ્ગાન જ્યોતિષીઓના કહેવા મુજબ હવે આ વખતે શનિના ઉદય સાથે ઘણા મોટા પ્રશ્નો ઉકેલાવા માંડશે. શનિ હંમેશા કર્મ આધારીત ગ્રહ છે, પરંતુ જ્યારે પણ તે અસ્ત થાય છે ત્યારે તેની વ્યાપક અસર અર્થતંત્ર પર પડે છે. એટલા માટે જ્યોતિષીય દૃષ્ટીએ શનિ અસ્ત થાય અથવા ઉદય પામે તે ઘટનાને ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
જાણીતા જયોતિષી આશિષ રાવલ
