વર્ષ 2021 લઈને દુનિયાને ઉમ્મીદોથી જોઈ રહ્યા છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પણ ઘણી ફિલ્મો સાથે તૈયાર છે અને શાહરૂખ ખાનના ચાહકો પણ તેમની નવી ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. ત્યારે શાહરૂખે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે અને તેના ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે અને સંકેત પણ આપ્યો છે કે, તે વર્ષ 2021 માં મોટા પડદા પર જોવા મળશે.
પોતાના 3 મિનિટના વીડિયોની શરૂઆતમાં શાહરૂખ માખી ઉડતો જોવા મળ્યા હતા. શાહરૂખ ખાને મસ્તીના અંદાજમાં જણાવ્યું હતું કે, તેણે આ વીડિયો જાતે રેકોર્ડ કર્યો છે, તેથી ક્વોલિટીમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે કારણ કે, આ સમયે સહાય માટે કોઈ સ્ટાફ ઉપલબ્ધ નથી. વીડિયોમાં શાહરૂખે તેના પ્રશંસકોને કહ્યું કે, વર્ષ 2020 ભલે ઘણા લોકો માટે સારું ન રહ્યું, પણ આ સમય આગળ વધવાનો છે.
શાહરૂખ ખાને કહ્યું કે, ‘હું જાણું છું કે,જ્યારે કોઈ તેમના જીવનમાં ખૂબ દુ:ખી હોય ત્યારે તે કેવુ અનુભવે છે. હું માનું છું કે જ્યારે તમે આવી પરિસ્થિતિઓનો સામનો કરો છો, ત્યારે તમારી પાસે એક જ રસ્તો બચે છે, ઉપર ઉઠવાનું, ભલે વર્ષ 2020 તમારા માટે સારું ન હોય, પણ મને લાગે છે કે 2021 આપણા બધા માટે વધુ સારૂ અને શાનદાર રહેશે.
શાહરૂખ ખાને તેના વીડિયોના અંતમાં હાવભાવમાં કહ્યું હતું કે, તે 2021માં તેના ચાહકો માટે મોટા પડદા પર ટૂંક સમયમાં પાછા આવશે. જણાવી દઈએ કે વર્ષ 2021મા શાહરૂખની ચાર મોટી ફિલ્મો રિલીઝ થઈ શકે છે- પઠાણ, ઓપરેશન ખુખરી, ડોન -3, ધૂમ -4. જો કે આ ફિલ્મો વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
