Exclusive: ભાવનગરના શહીદ કાદરખાને 1971ના યુદ્ધમાં કમરે બોમ્બ બાંધી 6 પાકિસ્તાની સૈનિકોને ઉડાવી દીધા હતા

પાર્થ મજેઠીયા,ભાવનગર: દેશની રક્ષા માટે ભાવનગર જિલ્લો પણ પોતાનું પ્રદાન કરી રહ્યો છે હાલ ત્રણેય દળમાં ૧૦૦૦ થી વધુ જવાનો ફરજ બજાવી રહ્યા છે અને ૯૦૦ જવાનો ફરજ પૂર્ણ કરી નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા છે. ભાવનગર જિલ્લાના વાળુકડ (જીજી) ના કાદરખાન બાદરખાન તૂર્ક ૧૯૭૧ માં પાકિસ્તાન સામેની લડાઇમાં દેશની રક્ષાકાજે લડતા લડતા શહિદ થયા હતા તેઓનાં નાનાભાઇના પુત્રને પણ સેનામાં મોકો મળે તો લડતા લડતા શહિદ થવાની ઇચ્છા છે. ૧૯૭૧ની લડાઈમાં શહીદ થયેલ ભાવનગરનાં વાળુકડનાં કાદરખાન નો ભત્રીજો પણ સરહદે જવા આતુર મોટાબાપુની જેમ મારે પણ શહીદ થવું છે : સજીદખાન

Exclusive: ભાવનગરના શહીદ કાદરખાને 1971ના યુદ્ધમાં કમરે બોમ્બ બાંધી 6 પાકિસ્તાની સૈનિકોને ઉડાવી દીધા હતા

કાદરખાન ઘરેથી સેનાની ભરતી અંગે કોઈ જાણ કર્યા વિના પહોંચી ગયા. પસંદગી થયા બાદ ઘરના લોકોને જાણ કરી. આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કર્યાનાં બે વર્ષ બાદ ૧૯૭૧માં પાકિસ્તાન સામે યુદ્ધ ફાટી નિકળ્યું હતું. કાદરખાન ૧૯૬૯માં માત્ર ૧૬ વર્ષની ઉમરે ધો.૧૧(મેટ્રિક) ની પરીક્ષામાં ઉતિર્ણ થયા બાદ ધરમાં કોઇને કાંઈ કહ્યા વિના સીધા આર્મીની ભરતીમાં ગયા હતા અને બાદમાં પસંદગી પામતા ધરે જાણ કરી હતી કે તેઓ દેશની રક્ષાકાજે જઇ રહ્યા છે, વાળુકડનાં કાદરખાનને બટાલીયન ૮ ગાર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા બાંગ્લાદેશની સરહદે તેઓને યુદ્ધ દરમિયાન મુકવામાં આવ્યા હતા ભારતનાં ૧૬૦૦ જવાનોને લઇને પસાર થઇ રહેલા ભારતીય યુધ્ધ જહાજ આઇ.એન.એસ.ખુખરી પર પાકિસ્તાની દળો દ્વારા બેફામ ગોળીબાર દરિયાતટથી કરવામાં આવી રહ્યો હતો.

Exclusive: ભાવનગરના શહીદ કાદરખાને 1971ના યુદ્ધમાં કમરે બોમ્બ બાંધી 6 પાકિસ્તાની સૈનિકોને ઉડાવી દીધા હતા

૨૪-૧૧-૧૯૭૧નાં રોજ કાદરખાને જે બંકર માંથી ગોળીબાર થઈ રહ્યો હતો ત્યાં પહોંચી દુશ્મનોની નજર ચૂકવતા, લપાતા છુપાતા પહોંચી હતા. જે બંકરમાં પાકિસ્તાનનાં ૬ જવાનો મોજુદ હતા.ત્યા કાદરખાન કમ્મરે બોંબ બાંધેલા હતા. બંકરમાં કુદકો લગાવતાની સાથે જ કાદરખાને પોતાનાં જીવન અંગે જરાપણ વિચાર્યા વિના બોંબ બ્લાસ્ટ કરી નાંખ્યો અને પાકિસ્તાનનાં જવાનોનો ખાતમો બોલાવી પોતાના પ્રાણની આહૂતિ આપી હતી. વાળુકડ ગામે આ સમાચાર પહોંચતા જ ગમગીની છવાઈ ગઈ હતી લોકો સ્તબ્ધ બની ગયા હતા અને માતા પર અચાનક આવી પડેલી દુઃખની ધડીમાં સમગ્ર ગામ પડખે આવીને ઉભુ હતું. હુંફ અને સહકાર તમામ તરફથી મળી રહ્યો હતો. તેમ કાદરખાનનાં માતા અમીરબેને જણાવ્યું હતું, યુદ્ધ બાદ આ શહીદ શહાદત બદલ સારા માન સન્માન મળ્યા હતાં.

Exclusive: ભાવનગરના શહીદ કાદરખાને 1971ના યુદ્ધમાં કમરે બોમ્બ બાંધી 6 પાકિસ્તાની સૈનિકોને ઉડાવી દીધા હતા

૯૬ વર્ષનાં માતા અમીરબેનને દીકરાની શહીદીનું ગર્વ ભાવનગરની ભાગોળે આવેલા વાળુકડ ગામનાં કાદરખાન બાદલખાન તૂર્કનાં માતા ૯૬ વર્ષની ઉંમરે હયાત અને તંદુરસ્ત જીવન વ્યતિત કરી રહ્યા છે. અમીરબેને જણાવ્યું હતું કે, ૫ દીકરા પૈકી કાદરખાન ૧૯૭૧ની પાકિસ્તાન સામેની લડાઇમાં દુશ્મન દેશનાં ૬ સૈનિકોને મારીને મારો દીકરો શહિદ થયો હતો. તેનું મને અને મારા પરિવારને ગૌરવ છે.

ડિસેમ્બર-૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચેનાં યુદ્ધ દરમિયાન ભાવનગર સહિત સમગ્ર દેશમાં પખવાડિયું અંધારપટ રહ્યો હતો….‘યુદ્ધ – ૭૧’ નાં ૧૬ ડિસેમ્બરનાં વિજય દિને લોકોને તાજા થાય છે સ્મરણો…

Exclusive: ભાવનગરના શહીદ કાદરખાને 1971ના યુદ્ધમાં કમરે બોમ્બ બાંધી 6 પાકિસ્તાની સૈનિકોને ઉડાવી દીધા હતા

ઈ.સ.૧૯૭૧નાં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભાવનગર સહિત સમગ્ર દેશમાં પખવાડિયા દરમિયાન અંધારપટ રહ્યો હતો. તા.૧૬ ડિસેમ્બરનાં રોજ વિજય દિવસની ઉજવણી થાય છે ત્યારે જૂની પેઢીને એ સમય નાં સ્મરણો તાજા થાય તે સ્વાભાવિક છે પાકિસ્તાનના પૂર્વ પ્રાંતમાં પાકિસ્તાનનાં દમનનાં કારણે હજારો શરણાર્થીઓ ભારત તરફ આવી રહ્યા હતા ત્યારે લશ્કરી ઉકેલ વગર સમસ્યાનું સમાધાન શક્ય ન હોવાનું ભારત સરકારને લાગી રહ્યું હતું પરંતુ ભારત કોઈ કદમ ઉઠાવે તે પહેલા ઈ.સ.૧૯૭૧ ની ત્રીજી ડિસેમ્બરનાં રોજ શુક્રવારે પાકિસ્તાને ભારત પર હુમલો કરી દોંધો હતો એ દિવસે એર ચીફ માર્શલ પી.સી.લાલ પોતાની ચેમ્બર માં બેઠા હતા અને હવાઈદળનાં નાયબ સેનાપતિ એર માર્શલ એચ.એન.ચેટરજી બરાબર, ૫.૪૦ વાગ્યે પી.સી.લાલની ચેમ્બરનો દરવાજો ખોલીને અંદર જઈ પાકિસ્તાને આક્રમણ કર્યું હોવાના ખબર આપ્યા હતા ભારતીય સેનાનાં યુદ્ધ કૌશલ્ય અને અપ્રતિમ વીરતાનાં ફલસ્વરૂપ તા,૩-૧૨-૭૧નાં રોજ શરૂ થયેલા યુદ્ધમાં પાકિસ્તાને શરણાગતિ સ્વિકારતા તા.૧૬ ૧૨-૭૧ના રોજ યુદ્ધ સમેટાઈ ગયું હતું.

Exclusive: ભાવનગરના શહીદ કાદરખાને 1971ના યુદ્ધમાં કમરે બોમ્બ બાંધી 6 પાકિસ્તાની સૈનિકોને ઉડાવી દીધા હતા

આ સ્મરણોને તાજા કરતા ભાવનગર યુનિવર્સિટીનાં નિવૃત્ત પ્રો.ડો.પી.જી. કોરાટે જણાવ્યું હતું બિંદીવાન પાક સૈનિકોનાં નામ રેડિયો પર પ્રસારિત થતા માત્ર પખવાડિયું જ ચાલેલા આ યુદ્ધ દરમિયાન ભારતની ત્રણેય સેનાના વીર નરબંકા જવાનોએ સર્વોપરિતા સિદ્ધ કરી પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું હતું એ વખતે ભારતીય સેનાએ પાકિસ્તાન નાં ૯૩,૦૦૦ સૈનિકોને બંદી બનાવ્યા હતા. આ યુદ્ધ કેદીઓનાં ૧૦૦ -૨૦૦ નામ દરરોજ આકાશવાણી રેડિયો પરથી પ્રસારિત કરવામાં આવતા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap