કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. શાહ બીજેપીના ચૂંટણી અભિયાનને તેજ કરવા માટે બંગાળ પહોંચ્યા છે અને સભાઓ અને બેઠકોમાં ભાગ લઈ રહ્યાં છે.
અમિત શાહ મિદનાપુરના એક કોલેજ ગ્રાઉન્ડમાં રેલીનું સંબોધન કરતા બંગાળના સીએમ મમતા બેનર્જી પર ખૂબ આકરા પ્રહારો કર્યા હતા. રેલીમાં ટીએમસીના અગીયાર ધારાસભ્યો, એક સાંસદ અને એક પૂર્વ સાંસદ અમિત શાહની ઉપસ્થિતમાં ભાજપમાં જોડાયા હતા.જેમાંથી શુભેન્દુ અધિકારી,તાપસી મોન્ડલ, અશોક ડિન્ડા,સુદીપ મુખર્જી,સેકત પંજા,શીલભદ્ર દત્તા,દિપાલી બિસ્વાસ, સુકરા મુંડા,શ્યામપદા મુખર્જી,બિસ્વજીત કુન્ડે અને બેનર્જી મૈત્રી શામેલ છે.
અમિત શાહે મમતા બેનર્જી પર પ્રહારો કરતા કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ છોડીને આટલા લોકો કેમ જઈ રહ્યા છે ? મમતા બેનર્જીના કુશાસન,ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદના કારણે.દીદી આ માત્ર શરૂઆત છે. જ્યા સુધી ચૂંટણી આવશે,ત્યા સુધીમાં માત્ર તમે અકલા જ બચશો.
શુભેન્દુ અધિકારીની સાથે લભભગ 50 પૂર્વ તૃણમૂલ,કોંગ્રેસ અને વામ મોર્ચાના નેતા અમિત શાહની ઉપસ્થિતીમાં ભાજપમાં જોડાયા હતા. શુભેન્દુ અધિકારીએ પહેલા 27 નવેમ્બરે મંત્રિમંડળમાંથી અને બાદમાં 16 ડિસેમ્બરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે,”ભાજપ પશ્ચિમ બંગાળમાં 200થી પણ વધુ સીટો સાથે સરકાર બનાવશે, પશ્ચિમ મિદેનીપુરની એક રીલીમાં તેમણે કહ્યું હતું કે, જ્યારે વિધાનસભા ચૂંટણી પરિણાયમ જાહેર થશે તો ભાજપ 200થી પણ વધુ સીટો સાથે સરકાર બનાવશે.”
