મનીલા, ફિલિપાઇન્સમાં એક કિસ્સો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અહીં એક 7 વર્ષીય યુવતીએ ઓનલાઇન ફૂડ ડિલીવરી એપ્લિકેશન દ્વારા ફૂડનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ જ્યારે ઓર્ડર કર્યો ત્યારે હંગામો મચી ગયો હતો. જ્યારે એક જ ઓકર્ડ લઇને 42 અલગ-અલગ ડિલીવરી બોય પહોંચી ગયા.
માશેબલના અહેવાલ મુજબ ફિલિપાઇન્સના સેબુ સિટીની શાળામાં અભ્યાસ કરનારી એક યુવતીએ ફૂડપાંડા એપથી બપોરના ભોજન માટે ચિકન કટલેટ મંગાવ્યા હતા. તેના માતાપિતા ઘરે ન હતા અને ઓર્ડર પછી તેણી તેની દાદી સાથે જમવાની રાહ જોતી હતી.
થોડા સમય પછી, ડિલિવરી બોયઝ એ છોકરીની ગલીમાં ફૂડ લઈને આવવાનું શરૂ કર્યું. પરંતુ ઘણા ડિલીવરી બોય ફૂડ લઇને એક સાથે જોવામળ્યા જ્યા કૂલ 42 ડિલીવરી બોય હતા. ડિલિવરી બોયઝ પણ સમજી શક્યા નહીં કે મામલો શું છે. જો કે આખી ઘટના જોવા માટે તમામ આસપાસના લોકો એકઠા થયા હતા.
પહેલા તો લોકોને શંકા હતી કે યુવતીએ ભૂલથી તો આવું કર્યું નથી ને, પરંતુ પાછળથી તપાસમાં બહાર આવ્યું છે કે એપ્લિકેશનમાં ટેકનીકલ ખામી હોવાને કારણે આવું થયું છે.
પાડોશીએ આ મામલો સોશિયલ મીડિયા પર શેર કર્યો
આસપાસ રહેતા એક સ્થાનિક છોકરાએ પણ આ તમામ વાત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ખરેખર, આ ફૂડ એપમાં ટેકનીકી ખામીને કારણે થયું છે, જેના કારણે 42 ડિલિવરી બોય એકસાથે પહોંચી ગયા. એપ્લિકેશન બરાબર કામ ન કરવાને કારણે, યુવતીએ કરેલો ઓર્ડર 42 ડિલીવરી બોય પર પહોંચ્યો અને તે તમામ ત્યાં જમવાનું લઇને પહોંચી ગયા.
કંપનીએ કહ્યું કે છોકરીના ઘરે ઇન્ટરનેટ ધીમું હતું અને આને લીધે એપ્લિકેશન બરાબર કામ કરતી નથી અને એક પછી એક પછી એક 42 ઓર્ડર મળ્યા છે.
