સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)એ ન્યુમોનિયાની પ્રથમ સ્વદેશી વેક્સિન તૈયાર કરી લીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન દ્વારા આવતા અઠવાડિયે તેનું લોકાર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ ટૂંક સમયમાં તે આવતા અઠવાડિયે ઘરેલું બજારમાં ઉપલબ્ધ થશે. મળતી માહિતી મુજબ આ વેક્સિન વધુ અફોર્ડેબલ હશે. હાલમાં બે વિદેશી કંપનીઓ, ફાઇઝર અને ગ્લેક્સોસ્મિથલાઇન દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સલિન ન્યુમોનિયા માટે ઉપયોગ કરવામાં આવે છે.
ભારતીય ડ્રગ રેગ્યુલેટર દ્વારા જુલાઈમાં ન્યુમોકોકલ પોલિસેકરાઇડ કમ્જુગેટ વેક્સિન માટે સીરમ સંસ્થાને બજારને મંજૂરી આપવામાં આવી હતી. દવાની નિયામકે સંસ્થા દ્વારા પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ ડેટાની સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લીધો હતો. આ ટ્રાયલ ભારત અને આફ્રિકન દેશ ગેમ્બીયામાં કરવામાં આવી હતી.
સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાને લીધે બાળકોમાં ન્યુમોનિયા અને ઈન્વેસિવ ડિજીજ (ઝડપથી ફેલાતી બીમારીઓ) સામે એક્ટિવ ઈન્યુનાઈજેશન તરીકે દેશની પ્રથમ ન્યુમોનિયા વેક્સિનનો ઉપયોગ કરવામાં આવશે.
કોરોના મહામારી વચ્ચે ઐતિહાસિક ઉપલબ્ધિ
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધનને, સીરમ ઈન્સ્ટીટ્યૂટના એડીશનલ ડાયરેક્ટર પ્રકાશ કુમારસિંહને લખેલા પત્રમાં લખ્યું છે કે,પીએમ નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતની યોજના, કોરોના મહામારી વચ્ચે સીરમ સંસ્થા, એક અન્ય ઐતિહાસિક લક્ષ્ય પ્રાપ્ત કર્યો છે.
સીરમ ઈન્સ્ટીટ્યૂટએ દેશની પ્રથમ વિશ્વ સ્તરીય ન્યુમોકોકલ કાન્જ્યુગેટ વેક્સિન (પીસીવી) વિકસાવી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, સીરમ સંસ્થાએ ભારતના વડા પ્રધાનની યોજના વોકલ ફોર લોકલ અને મેકિંગ ઇન ઇન્ડિયા અંગેના પ્રયાસો ચાલુ રાખ્યા છે.
