શેરબજારમાં આવ્યો મોટો ઉછાળો, આ તેજીનું કારણ શું છે ?

બજેટ 2021બાદ ફરી એકવાર શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. પાછલા દિવસો પહેલા સારા બજેટથી માર્કેટમાં આશરે 5% નો ઉછાળો આવ્યો હતો. 2 ફેબ્રુઆરીએ સેન્સેક્સ સવારે 10:00 વાગ્યે 1519 પોઇન્ટ ઉછળ્યો છે. નિફ્ટી પણ 440 પોઇન્ટની મજબૂતી સાથે કારોબારમાં છે. બંને બેંચમાર્ક ઈન્ડેક્સોમાં 3% થી વધુ છે. નિફ્ટી 200 પોઇન્ટ વધ્યો હતો, જ્યારે સેન્સેક્સ બજાર ખુલતાંની સાથે લગભગ 600 પોઇન્ટ વધ્યો હતો.

સેન્સેક્સ તેજીથી વધીને 50,120 પર પહોંચી ગયો છે જ્યારે નિફ્ટી 14,720 પર પહોંચી ગયો છે.

ક્યાં શેર તેજી છે

નિફ્ટી 50 ના 50 પેકમાંથી 47 શેરમાં તેજી છે. ટાટા મોટર્સ, HDFC,લાર્સન, UPL અને HDFC બેંકના શેરમાં 5% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. ઉપરાંત બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક, મહિન્દ્રા અને મહિન્દ્રા, એસબીઆઈ, વગેરેમાં પણ ફાયદો જોવા મળી રહ્યો છે.

હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, હીરો મોટોકોર્પ અને એચડીએફસી લાઇફના શેરમાં તેજી હોવા છતાં ઘટાડો થયો છે.

કયા સેક્ટરમાં સારું પ્રદર્શન કર્યું

નિફ્ટી બેંક અને ફાઇનાન્સિયલ સર્વિસીસ ઈન્ડેક્સમાં હાલમાં લગભગ 4%ની તેજી જોવા મળી રહ્યો છે. ગઈકાલે આ ક્ષેત્રો માટેની સારી જાહેરાતને કારણે બંને ક્ષેત્રો આશરે 8% સુધી પહોંચી ગયા હતા. આ ઉપરાંત નિફ્ટી ઓટો, રિયલ્ટી,એફએમસીજી,ફાર્મા,એનર્જી વગેરે ઇન્ડેક્સમાં ઉછાળો 1% ​​કરતા વધારે છે.

ઈન્ડેક્સ નિફ્ટી મિડકેપ 100 શેરોમાં મીડિયમ કેપિટલાઈજેશન સાથે 2.35% ઉછાળો છે. સાથે સ્મોલકેપ 100માં બાઉન્સ 1.67% છે.

આ તેજીનું કારણ શું છે?

સરકારે પોતાની ખોટ અંગે ચિંતા ન કરતાં, વિકાસની વૃદ્ધિને ટેકો આપ્યો છે. બજારએ આ વિચારસરણીને સલામ આપી છે. નાણાકીય વર્ષ 2021-22માં સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 5 લાખ 54 હજાર કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચની અસર અર્થતંત્ર પર લાંબા સમયથી દેખાય છે. આ સાથે ડિસઇન્વેસ્ટમેન્ટ યોજનાઓથી બજાર પણ ખુશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap