નેહરુ-ગાંધી પરિવારના ખૂબ નજીક ગણતા કોંગ્રેસના ચાણક્ય એવા અહેમદ પટેલની કહાની

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે. તેમના પુત્ર ફૈઝલે જણાવ્યું હતું કે બુધવારે સવારે 3:30 વાગ્યે અહેમદ પટેલે અંતિમ શ્વાસ લીધા હતા. થોડા દિવસો પહેલા પટેલ COVID-19 પોઝિટિવ આવ્યા હતા. તબિયત લથડતાં તેમને ગુરુગ્રામની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અહેમદ પટેલ નેહરુ-ગાંધી પરિવારના ખૂબ નજીકના અને વિશ્વાસપાત્ર નેતા માનવામાં આવતા હતા. તેઓ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવ હતા.

ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સાથેની નિકટતાને કારણે, તેઓ રાજીવ ગાંધીના મૃત્યુ બાદ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર બન્યા. પટેલ ઘણા વર્ષોથી સોનિયા ગાંધી (હાલમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ) ના રાજકીય સચિવ હતા. ઘણી વખત તેમણે પાર્ટીને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બાહર નિકાળ્યા હતા.

થોડા સમય પહેલા, જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસની આંતરિક લડાઇને કારણે અશોક ગેહલોત સરકાર મુશ્કેલીમાં મુકાઈ હતી, ત્યારે સચિન પાયલોટને વાટાઘાટોના ટેબલ પર લાવીને સરકારને બચાવવામાં પટેલની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવી હતી.

અહેમદ પટેલ 8 વખત લોકસભા માટે અને 3 વખત રાજ્યસભા માટે સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. કડક હરીફાઈ બાદ તેઓ 2017મા 5 મી વખત રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

અહેમદ પટેલનો જન્મ ગુજરાતના ભરૂચમાં થયો હતો, જેનું તેમણે લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યું હતું. એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર, તેમના પિતા એક સામાજિક કાર્યકર હતા.

પટેલની રાજકીય કારકિર્દીના શરૂઆતના તબક્કાની વાત કરીએ તો તે યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ હતા.

1977 માં, ઇન્દિરા ગાંધીએ ભરૂચથી લોકસભાની ચૂંટણી લડવા પટેલની પસંદગી કરી હતી. તે સમયે તેઓ 28 વર્ષના હતા. હાલમાં તેઓ કોંગ્રેસના કોષાધ્યક્ષ હતા, તેમણે આ જવાબદારી 3 વખત નિભાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap