વિજયસિંહ સોલંકી, પંચમહાલ: આકાશમાં રંગબેરંગી પતંગોથી છવાતા તેમજ ડીજેના તાલે ગુમતા જામફળ,બોર,ચીકીની જયાફત માણતા પતંગ રસિયાઓના મનગમતા એવા ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જિલ્લાના બજારોમા અવનવી અને વિવિધ વેરાયટી વાળી પતંગોની માંગ રહેતી હોય છે.

2020ના વર્ષમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો. લોકડાઉન થયુ. લોકો કોરોનાથી સક્રમિત બન્યા અને મોતને પણ ભેટ્યા. હાલમાં બજારમાં કોરોનાની જાગૃતિનો સંદેશો ફેલાવતી પતંગો બજારમા જોવા મળી રહી છે. જો બકા કોરોના સે ડરના નહી. માસ્ક પહેરો,કોરોના સંક્રમણથી બચો, સોશિયલ ડીસટન્સ રાખો સહિતના લખાણવાળી પતંગો બજારમા હાલમા જોવા મળી રહી છે. આમ કોરોનાઅ પતંગ પર સ્થાન લીધુ છે.

પંચમહાલ જીલ્લામા આગામી ઉત્તરાયણ પર્વને લઈને પતંગ રસિકોમા ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. પણ આ વખતે સરકારની માર્ગદર્શિકા મુજબ ઉતરાયણ પર્વને લઇને કોરોનાના સંક્રમણને વધે તે માટે નિયમોનું પાલન કરવાનું રહેશે. તેના કારણે પતંગરસિયાઓ થોડા મુંઝવણમાં પણ જોવા મળી રહ્યા છે.
સામાન્ય રીતે ગુજરાતમા ઉતરાયણપર્વની ઉજવણી પરિવાર સગાસબંધી મિત્ર વર્તુળ સાથે ભેગા મળીને કરવામા આવે છે. આ વખતે સરકારની માર્ગદર્શિકા મુજબ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામા આવશે. પંચમહાલ જિલ્લાના ગોધરા,શહેરા,હાલોલ સહિતના બજારોમાં વિવિધ જગ્યાઓ પતંગોની રેકડી ખુલી જવા પામી છે. હાલમા કોરોનાને બજારમા મંદીનો માહોલ છે. પંતગ દોરાના ભાવમાં પણ ખાસ વધારો નથી. છતા વેપારીઓને સારી ઘરાકીની આશા છે.
