પાર્થ મજેઠીયા,ભાવનગર: માર્કેટીંગ યાર્ડના પરિસરમાં છેલ્લા 20 વર્ષથી ગેરકાયદેસર રીતે જમીન પચાવી તેમાં કેન્ટીન બનાવી નાણાંકીય આવક, ઉભી કરેલી યાર્ડ દ્વારા જમીન ખુલ્લી કરાવવા માટે અવારનવાર નોટીસો આપી તેમ છતાં જમીન ખુલ્લી કરવામાં આવેલ નહીં જેથી માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી અરવિંદ ચૌહાણે કલેક્ટરમાં છત્રપાલસિંસ વિજયસિંહ પરમાર વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ સંદર્ભે ફરિયાદ કરી છે.
ભાવનગર જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ પ્રથમ ફરીયાદ થયેલ હોય આ બાબતે માર્કેટીંગ યાર્ડના વાયસ ચેરમેન છોટુભા ગોહિલે જણાવ્યુ હતું કે છત્રપાલસિંહ પરમારે જમીન પચાવી પાડી તેમાં કમાણી કરે છે યાર્ડ દ્વારા નોટીસ આપતા તે હાઈકોર્ટેમાં ગયેલ કોર્ટે માર્ચ મહિનામાં તેની મનાઈ હુકમની અરજી રદ કરી નાખી ત્યાર બાદ જમીન ખાલી કરી આપવા માટે અવારનવાર નોટીસો આપી પરંતું તેને ગણકારેલ નહીં જેથી લેન્ઠ ગ્રેબિંગના કાયદા હેઠળ કલેક્ટરમાં તા.22 ડિસેમ્બરે ફરિયાદ કરી છે.
છોટુભા ગોહિલે જિલ્લામાં પ્રથમ ફરીયાદી તરીકે તેમનો અનુભવ જણાવતા કહ્યું કે લેન્ડ ગ્રેબિંગ કાયદાને ખૂબ જ સારો પહેલા ફરિયાદીએ તેની જમીન છે તે સાબિત કરવાનું અને તેમાં વર્ષો નીકળી જતાં હતાં જ્યારે અમે 22 ડિસેમ્બરે ફરિયાદ કરી તેના બીજા દિવસે સ્ટાફે આવી તેનું પંચ રોજકામ કર્યુ હતું.
