દેશમાં કોરોના રસીકરણના ડ્રાય રનનો બીજો તબક્કો શરૂ, જાણો વેક્સિનેશનને લઈને મહત્વની બાબતો

ભારતમાં 8 જાન્યુઆરી, શુક્રવારે COVID-19 રસીકરણ અંગે બીજી દેશવ્યાપી ડ્રાય રન એટલે કે રિહર્સલ થશે. વેક્સિનેશન માટેની વ્યવસ્થાઓની ચકાસણી કરવાનો અને વાસ્તવિક રસીકરણ અભિયાન શરૂ થાય તે પહેલાં કોઈપણ ખામીને દૂર કરવાનો હેતુ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનને ગુરુવારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્યમંત્રીએ, મુખ્ય સચિવો અને અતિરિક્ત મુખ્ય સચિવોને ડ્રાય રનની પ્રક્રિયા પર નજર રાખવા અને વ્યક્તિગત રૂપે ધ્યાન આપવાનું કહ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, ડ્રાય રન 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 736 જિલ્લામાં હાથ ધરવામાં આવશે. ભારતમાં COVID-19 વેક્સિનેશન માટે પ્રથમ રાષ્ટ્રવ્યાપી ડ્રાય રન 2 જાન્યુઆરીના રોજ 116 જિલ્લાઓમાં 259 સ્થળોએ હાથ ધરવામાં આવ્યો હતો.

આ દરમિયાન, કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ રાજ્યના આરોગ્ય અધિકારીઓને વિનંતી કરી છે કે તેઓ અફવાઓ દૂર કરવા માટે, COVID-19 વેક્સિન વિશેની સાચી માહિતી આપવા માટે વિવિધ હોદ્દેદારો અને યુવાનો સાથે મળીને કામ કરે.

ડો.હર્ષવર્ધને શુક્રવારે તમિલનાડુની મુલાકાત લેશે. તેઓ ચેન્નઈની સરકારી જનરલ હોસ્પિટલના રસીકરણ સત્ર સ્થળની મુલાકાત લેશે અને ત્યારબાદ સરકારી ઓમન્દુરા હોસ્પિટલમાં જશે.

બાદમાં તેઓ પેરિયામેડુ ખાતે જનરલ મેડિકલ સ્ટોર ડેપો (જીએમએસડી)ની મુલાકાત લીધા બાદ ચેન્નઈના એપોલો હોસ્પિટલના ખાનગી વેક્સિનેશન કેન્દ્રની મુલાકાત લેશે. પેરિયામેડુ ખાતેનું જીએમએસડી એ ચાર રાષ્ટ્રીય વેક્સિન સંગ્રહ સંગ્રહસ્થાનમાંનું એક છે, બાકીના ત્રણ મુંબઈ, કોલકાતા અને કરનાલમાં છે.ડો.હર્ષવર્ધન ચેંગલપટ્ટુના રસીકરણ કેન્દ્રની પણ મુલાકાત લેશે.

જણાવી દઇએ કે, મંગળવારે કેન્દ્રએ કહ્યું હતું કે, 3 જાન્યુઆરીના રોજ 2 કોવિડ -19 વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરીના 10 દિવસની અંદર તે વેક્સિન આપવા માટે તૈયાર છે, પરંતુ વેક્સિન કયા તારીખે લાવવાની છે તે નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે. ભારતના ડ્રગ નિયમનકારે ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિન Covishieldના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે અને સ્વદેશી વિકસિત ભારત બાયોટેકની Covaxinને પણ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap