રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ (RPL)ની શેરબજારમાં કેથિત ગડબડીને લઈને શેર બજારના રેગુલેટર SEBIએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને કલેક્શ અંબાણી પર દંડ ફટકાર્યો છે. સિક્યોરિટી એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ મુકેશ અંબાણીને 15 કરોડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર 25 કરોડનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ બીજી બે કંપનીઓને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.
જોકે,રિલાયન્સ પેટ્રોલિયમ શેરના ટ્રેડિંગ સાથે જોડાયેલા કેસમાં SEBIએ આ દંડ ફટકાર્યો છે.
રિલાયન્સ પેટ્રોલિયમ કેસને લઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 25 કરોડ, મુકેશ અંબાણીને 15 કરોડ, મુંબઈ સેઝ પ્રા.લિ. 20 કરોડ અને મુંબઇ સેઝેડ લિમિટેડને 10 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર મામલો 2007 નો છે, જ્યારે રિલાયન્સ પેટ્રોલિયમ એક અલગ લિસ્ટેડ કંપની હતી. માર્ચ 2007 માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રિલાયન્સ પેટ્રોલિયમના 4.1% શેર વેચવાની વાત કરી હતી. જે બાદ કંપનીના શેરના ભાવ ઘટવા લાગ્યા. ત્યારબાદ નવેમ્બર 2007માં રિલાયન્સ પેટ્રોલિયમના શેર ખરીદ્યા અને વેચાયા. પરંતુ 2009મા રિલાયન્સ પેટ્રોલિયમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ભળી ગયું હતું. સેબીએ તપાસમાં શોધી કાઢ્યું છે કે, શેરના ભાવને અસર કરવા માટે આ બાય-સેલ ખોટી રીતે કરવામાં આવ્યું હતું.
આ કેસની સુનાવણી કરતા સેબીના અધિકારી બી.જે. દિલીપે 95 પાનાનો આદેશમાં જણાવ્યું છે કે, શેરના ભાવમાં કોઈ ખલેલ હંમેશા બજારમાં રોકાણકારોના વિશ્વાસને ઠેસ પહોંચાડે છે. આવી સ્થિતિમાં બજારને અસર થાય છે. સેબીએ કહ્યું કે, આ મામલે સામાન્ય રોકાણકારોને ખબર નહોતી કે શેર ખરીદવા અને વેચવા પાછળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો હાથ છે. આ બાય-સેલ ખોટી રીતે કરવામાં આવ્યું હતું, જેની અસર રિલાયન્સ પેટ્રોલિયમના શેર પર પડી હતી. આને કારણે સામાન્ય રોકાણકારોને નુકસાન થયું હતું.
ઉલ્લેખનિય છે કે, સેબીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને 12 પ્રમોટરોને વર્ષ 2017 માં જ 447 કરોડ રૂપિયા જમા કરાવવા કહ્યું હતું અને તેમના શેરનો વેપાર કરવાનું બંધ કરી દીધું હતું. જે બાદ કંપનીએ તેની સામે સિક્યોરિટીઝ અપીલ ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી. પરંતુ ટ્રિબ્યુનલે સેબીના નિર્ણયને સમર્થન આપીને કંપનીની અપીલ ફગાવી દીધી હતી. ટ્રિબ્યુનલે આ નિર્ણય 2020મા આપ્યો હતો. ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સુપ્રીમ કોર્ટમાં જવા ટ્રિબ્યુનલના નિર્ણયને પૂછ્યું હતું.
