અમદાવાદ-કેવડિયા વચ્ચેની સી-પ્લેન સેવા બંધ, કારણ છે કંઈક આવું

અમદાવાદ અને કેવડિયા વચ્ચે ચાલતી સી-પ્લેન સેવા મેન્ટેનેન્સ માટે બંધ કરવામાં આવ્યું છે. આ સેવા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક મહિના કરતા પણ ઓછા સમયમાં શરૂ કરવામાં આવી હતી.

સ્પાઇસ જેટની સહાયક કંપની સ્પાઇસ શટલ સી-પ્લેન સેવા ચલાવે છે. સ્પાઇસ જેટએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, સી-પ્લેનની ફરજીયાત મેન્ટેનેન્સના કારણે સેવાને અસ્થાયી ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે, તેને મેન્ટેનેન્સ માટે માલદીવ સેન્ટરમાં મોકલામાં આવ્યું છે. કારણ કે હાલમાં અમદાવાદમાં આવા સેન્ટરનું નિર્માણ ચાલી રહ્યું છે. કંપનીએ કહ્યું છે કે વિમાન પરત આવ્યા બાદ કામગીરી ફરી શરૂ થશે.

19 સીટરનું આ પ્લેન 40 મિનિટમાં આશરે 200 કિ.મી.નું અંતર કાપે છે. કેવડિયા દ્વારા માર્ગ દ્વારા અમદાવાદ પહોંચવામાં લગભગ ચાર કલાકનો સમય લાગે છે.

ધ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સી પ્લેન સેવા શરૂ થયા બાદ આ બીજી વાર છે કે આ સેવા મેન્ટેનેન્સ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. સર્વિસ શરૂ થયાના 3 દિવસ બાદ વિમાનનું પ્રથમ ‘રૂટિન મેન્ટેનેન્સના’ થયું હતું, તે સમયે 2 દિવસ માટે સેવા બંધ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap