આ દેશ વિશ્વનો પહેલો એવો દેશ બન્યો, જે મહિલાઓને આપશે વિના મૂલ્યે સેનેટરી પેડ

સ્કોટલેન્ડમાં એક કાયદો પસાર કરવામાં આવ્યો છે, ત્યારબાદ દેશની મહિલાઓને હવે પીરિયડ સંબંધિત ઉત્પાદનો નિ: શુલ્ક મળશે. આવું કરનાર સ્કોટલેન્ડ વિશ્વનો પહેલો દેશ બન્યો છે. સ્કોટિશ સંસદમાં પીરિયડ પ્રોડક્ટ્સ બિલની તરફેણમાં તમામે મત આપ્યો હતો અને મહિલાઓને મફત સેનિટરી ઉત્પાદનનો કાયદાકીય અધિકાર અસ્તિત્વમાં આવ્યો હતો.

સંસદસભ્ય મોનિકા લેનને કહ્યું કે સ્કોટલેન્ડ આ પ્રકારનો કાયદો પસાર કરનારો પહેલો દેશ બન્યો. તે પસાર થવામાં લાંબો સમય લાગ્યો. આ પહેલા તેમણે 2019 માં આ બિલને સંસદમાં રજૂ કર્યું હતું. સ્કોટલેન્ડમાં મહિલાઓને જાહેર સ્થળોએ વિના મૂલ્યે સેનેટરી પેડ આપવામાં આવશે.

કાયદા હેઠળ મહિલાઓને પીરિયડ સંબંધિત ઉત્પાદનો, સમુદાયીક કેન્દ્રો, યુથ ક્લબ, શૌચાલયો અને મેડિકલ સ્ટોર્સ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યાંથી મહિલાઓ મફતમાં લઈ શકે છે. શાળા, કોલેજ અને યુનિવર્સિટીને પીરિયડ સંબંધિત તમામ ઉત્પાદનો તેમના પરિસરમાં ઉપલબ્ધ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

મોનિકા લેનન આ સંબંધમાં ચાર વર્ષથી એક અભિયાન ચલાવી રહી હતી. તેમણે આ કાયદાને વિશ્વને જાગૃત કરનારુ ગણાવ્યું હતું. લેનને કહ્યું કે શાળાઓએ પીરિયડ વિશે શીખવવું જોઈએ જેથી તેની સાથે સંકળાયેલ ડર નાબૂદ કરી શકાય. સ્કોટલેન્ડના પહેલામંત્રી નિકોલા સ્ટર્જ્યુને આ પહેલનું સ્વાગત કર્યું છે.

તેમણે ટ્વિટ કર્યું હતું કે મહિલાઓ અને છોકરીઓ માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે. હું આ કાયદાની તરફેણમાં મત આપીને ગર્વ અનુભવું છું. મહિલાઓને નિ: શુલ્ક સેનિટરી ઉત્પાદનો પ્રદાન કરનાર સ્કોટલેન્ડ પહેલો દેશ બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap