ભારતમાં સૌ પ્રથમ આ રાજ્યોમાં ખુલશે સ્કૂલ, આ રહ્યું લીસ્ટ

કોરોના વાયરસની મહામારી વચ્ચે કેટલાક રાજ્યોમાં સ્કૂલો ચાલુ કરવામાં આવી રહી છે. શિક્ષણ મંત્રાયલ અને સ્વાસ્થ્ય મંત્રાયલ તરફથી શાળાઓ જારી કરેલા ગાઈડલાઈનનું પાલન કરીને કેટલાક રાજ્યોએ શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે, જ્યારે કેટલાક રાજ્યો હજી પણ બાળકોના આરોગ્યને પગલે જોખમ લેવા માંગતા નથી. જણાવી દઈએ કે ક્યાં રાજ્યમાં શાળાઓ ખોલવા અંગેની સ્થિતિ છે.

ઝારખંડ: સરકારે 21મી ડિસેમ્બરથી કન્ટેનમેન્ટ ક્ષેત્રની બહાર 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવાની મંજૂરી આપી દીધી છે. આ અંગે આદેશ જારી કરાયો છે. તેના માટે વિદ્યાર્થીઓના વાલીઓની પરવાનગીની લીવી જરૂર છે, સાથે આ સમય દરમિયાન ઓફલાઇન ક્લાસ પણ ચાલુ રહેશે.

બિહાર: બિહારમાં પણ એકથી આઠમી સુધી શાળાઓ નહીં ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે રાજ્યમાં બિહાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખુલી છે. ત્યાં બાળકોને કોરોનાથી બચાવવા ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે.

આસામ: એક જાન્યુઆરીથી આસામમાં શાળાઓ ખુલશે. શિક્ષણ વિભાગે આ માટે આદેશ જારી કર્યો હતો. સરકારે કહ્યું છે કે, કેન્દ્ર સરકારના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન સાતે સ્કૂલ ખોલવામાં આવી રહી છે. જોકે, બાળકોને શાળાએ લાવવા માટે પરિવારના સભ્યોની સંમતિ ફરજિયાત રહેશે.

મધ્યપ્રદેશ: 18 ડિસેમ્બરથી મધ્યપ્રદેશની તમામ શાળાઓમાં 10 અને 12 મી ધોરણ રોજના ક્લાસ લેવામાં આવશે. આ માટે મધ્યપ્રદેશ શાળા શિક્ષણ વિભાગે ગાઈડલાન જારી કરી છે. સાથે 9 અને 11 ના વર્ગના વિદ્યાર્થીઓને માતાપિતાની મંજૂરી બાદ અઠવાડિયામાં થોડા દિવસો માટે શાળામાં આવવા દેવામાં આવશે. જણાવી દઈએ કે, મધ્યપ્રદેશે આવતા વર્ષે 31 માર્ચ સુધી એકથી આઠ સુધીના વર્ગો બંધ કરવાનો નિર્ણય લીધો છે.

દિલ્હી: આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે,જ્યાં સુધી સરકાર વિદ્યાર્થીઓની સલામતી અંગે ખાતરી નહીં આપે ત્યાં સુધી શાળાઓ ખોલવામાં આવશે નહીં.

હરિયાણા: હરિયાણાની શાળાઓ 13 ડિસેમ્બરથી ખુલવામાં આવશે. કોરોનાને કારણે, શાળામાં પ્રવેશતા પહેલા તેમનું મેડિકલ સર્ટિફિકેટ આપવું પડશે, જે સાબિત કરશે કે તેમને કોઈ સમસ્યા નથી. આ મેડિકલ સર્ટિફિકેટ 72 કલાકથી વધુ જૂનું હોવું જોઈએ નહીં.

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશમાં થોડા દિવસો પહેલા શાળાઓ ખુલી છે.

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં શાળાઓ ખુલી છે, પરંતુ બીએમસી હેઠળની શાળાઓ 31 ડિસેમ્બર સુધી બંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap