મયુર જાની,અમદાવાદ: ગુજરાતમાં દિવાળી બાદ સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વાર અમદાવાદ બાદ રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 23 નવેમ્બરથી રાજ્યભરમાં સ્કૂલ-કોલેજોમાં શિક્ષણ કાર્ય ફરીથી શરૂ થવા જઈ રહ્યું હતું.પરંતુ આ નિર્ણય પણ મોકુફ રાખવામાં આવ્યો છે.
સ્કૂલ-કોલેજો ક્યારે શરૂ થશે તે લોકોમાં મોટો પ્રશ્નો ઉભો થઈ રહ્યો છે. ત્યારે dustakk.com અંગત સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ કાર્ય 15 ડિસેમ્બર સુધી તો નહીં જ ખુલ્લે તેવી મહિતી મળી રહી છે.
ગુજરાત મંત્રી મંડળની બેઠકમાં રાજ્યમાં દિવાળી બાદ સ્કૂલ-કોલેજોમાં શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 23મી નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક અને કોલેજ-યુનિવર્સિટીઝમાં કેન્દ્ર સરકારની SOP શિક્ષણ કાર્ય શરૂ કરવાના હતા. પરંતુ કોરોના વાયરસનો પ્રકોપ ફરી વધતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલ ઉઠી રહ્યા છે અને તમને વાલીઓ પણ ચિંતમાં મુકાયા છે.
