કોરોના વેક્સિન આપવા અંગે ભારતની તૈયારી, કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ જણાવી યોજના

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન દ્વારા કોરોનાની વેક્સિનને લઈને મોટી માહિતી આપી છે. જુલાઈ-ઓગસ્ટ સુધીમાં દેશના આશરે 25-30 કરોડ લોકોને વેક્સિન આપવાની યોજના છે અને આ માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, આવતા વર્ષના પહેલા 2-4 મહિનામાં સરકાર દેશના લોકોને વેક્સિન ઉપલબ્ધ કરવા સક્ષમ બનશે.

જણાવી દઈએ કે, પીએમ મોદીએ શનિવારે ત્રણ શહેરોની મુલાકાત લીધી હતી અને ત્યાંની સંસ્થાઓમાં કોરોના વેક્સિન બનાવવાની પ્રગતિની જાણકારી લીધી હતી. વડાપ્રધાન મોદીએ અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્ક, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પુણેમાં ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વડા પ્રધાને ગૌરવ વ્યક્ત કર્યું કે, ભારતમાં સ્વદેશી વેક્સિન વિકસિત કરવામાં આવી રહી છે. તે પ્રગતિ અત્યાર સુધી ઘણી સારી રહી છે. તેમણે વેક્સિન વિતરણની પ્રક્રિયામાં વધુ સુધારણા અંગેના સૂચનો પણ માંગ્યા હતા.

કોરોના વેક્સિનને લઈને ભારતની તૈયારી

•ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) દ્વારા ઓક્સફર્ડ / એસ્ટ્રાઝેનેકાની વેક્સિન ‘કોવિશિલ્ડ’ ના ફેઝ 3 ટ્રાયલ હાથ ધરવામાં આવી રહ્યા છે.
•ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ‘કોવેક્સિન’ના ફેઝ -3 ટ્રાયલ શરૂ થયું છે.
•ઝાયડસ કેડિલાના બીજા તબક્કાના ટ્રાયલને પણ પૂર્ણ થઈ ચુક્યું છે.
•રશિયાની ‘સ્પુટનિક વી’ વેક્સિન ટૂંક સમયમાં ભારતમાં કમ્બાઈન્ડ ફેઝ 2 અને 3 ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરશે, જે ડો. રેડ્ડીઝ લેબ દ્વારા આપવામાં આવી છે.
•Biological E Limited પણ પ્રારંભિક ફેઝ 1 અને 2 હ્યૂમન ટ્રાયલ પણ ચલાવી રહી છે.
•ભારતમાં COVID-19 વેક્સિન વિતરણ માટે રાષ્ટ્રીય યોજના તૈયાર કરવામાં આવી રહી છે, જે અંતિમ તબક્કામાં છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણના જણાવ્યા મુજબ, ભારત કોવિડ વેક્સિનેશન માટે યૂનિવર્સલ ઈમ્યુનાઈજેશન પ્રોગામ માટે હાલના કોલ્ડ ચેન નેટવર્કનો ઉપયોગ કરશે. આ કાર્યક્રમ બાળકો અને સગર્ભા મહિલાઓના રસીકરણ માટે શરૂ કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap