ખેડૂત આંદોલનને લઈને આવ્યાં મોટા સમાચાર, સુપ્રીમ કોર્ટે આપ્યો આવો આદેશ

સુપ્રીમ કોર્ટે ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરતી અનેક યાચીકાઓ અને દિલ્હીની જુદી-જુદી બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોને હટાવવા અંગે પોતાનો ચુકાદો સંભળ્યો છે. સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી 3 કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ મૂક્યો છે.

સાથે કૃષિ કાયદાઓની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ. બોબડેએ કહ્યું કે,”અમે કાયદો સ્થગિત કરવા તૈયાર છીએ પરંતુ અનિશ્ચિત સમય માટે નહીં.”

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ. બોબડેએ કહ્યું કે,”અમે એક સમિતિ બનાવી રહ્યાં છીએ જેથી અમારી પાસે સ્પસ્ટ માહિતી મળે. અમે ખેડૂત સમિતિમાં નહીં જાય તેવી દલીલ સાંભળવા માંગતા નથી. અમે સમસ્યાનું સમાધાન શોધી રહ્યા છીએ. જો તમે (ખેડૂત) અનિશ્ચિત આંદોલન કરવા માંગતા હો, તો તમે તે કરી શકો છો.”

કૃષિ કાયદાને પડકારતી પિટિશન દાખલ કરનાર એડવોકેટ એમ.એલ. શર્માએ કોર્ટને જણાવ્યું હતું કે, ખેડૂતોએ કહ્યું છે કે તેઓ કોર્ટ દ્વારા રચાયેલી કોઈપણ સમિતિ સમક્ષ હાજર નહીં થાય.

મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જસ્ટિસ એ.એસ. બોપન્ના અને વી.રામસુબ્રમણિયનની સાથે મળીને આ નિર્ણય સંભળાવ્યો હતો.

ખેડૂતોની તરફથી દલીલ કરનાર ચારેય વકીલો ગેરહાજર રહ્યાં

સોમવારે ખેડૂતો તરફથી સુનાવણીમાં હાજર થયેલા તમામ વકીલો આજે ગેરહાજર રહ્યા હતા. આઇપ ચીફ જસ્ટિસે કહ્યું કે, “બધા ખેડૂત સંગઠનો વતી ગઈકાલે હાજર થયેલા ચાર વકીલો ક્યાં છે”

કાયદાનું સમર્થન કરી રહેલા એડવોકેટ સાલ્વેએ કહ્યું કે, ચિંતાની વાત છે કે 400 ખેડૂત સંગઠનો તરફથી હાજર 4 વરિષ્ઠ વકીલો આજે સુનાવણી માટે આવ્યા ન હતા. દુષ્યંત દવે, એચ.એસ. ફૂલ્કા, પ્રશાંત ભૂષણ અને કોલિન ગોન્સોલવિસ આજે હાજર રહ્યા નહતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap