સુપ્રીમ કોર્ટે દેશભરમાં કોરોના દર્દીઓની વધતી સંખ્યા અને કોરોના ગાઈડલાઈનની અવગણના અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કર્ટે કહ્યું કે, 80 ટકા લોકો માસ્ક પહેરતાં નથી, જ્યારે બાકીના લોકોના જડબા પર ફસ કવર લટકતો જોવા મળે છે.
સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી રાજકોટમાં કોવિડ -19 હોસ્પિટલમાં ગુરુવારે આગની ઘટનાની નોંધ લેતી વખતે આવી હતી. આ અકસ્માતમાં પાંચ દર્દીઓનાં મોત નિપજ્યાં છે. કોર્ટે કહ્યું, ‘કાર્યક્રમો/જલસાઓ થઈ રહ્યા છે. 80 ટકા લોકોએ માસ્ક પહેરતાં જ નથી. બાકીના માસ્ક જડબા પર અટકી રહ્યા છે. ત્યાં ઘણી બધી SOP અને ગાઈડલાઈન છે, પરંતુ ઇચ્છા શક્તિ જોવા મળતી નથી.
સુપ્રિમ કોર્ટના જણાવ્યા મુજબ, એવો સમય આવી ગયો છે જ્યારે ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસોને રોકવા માટે નીતિઓ, માર્ગદર્શિકા અને ધોરણસરની ઓપરેટિંગ કાર્યવાહીના અમલ માટે કડક પગલાં ભરવા જોઈએ.
રોજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગના કારણે પાંચ દર્દીઓ જીવતા ભુંજાઈ જતાં સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયેલ છે. ત્યારે આ આગજનીની ઘટના બાદ ધીરે ધીરે અનેક ફણગા ફૂટી રહ્યા છે અને આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરવા માટે કલેકટરે દબાણ કર્યાનો આક્ષેપ થતાં ભારે સનસનાટી મચી જવા પામી છે.
